________________
આચાર્ય ભદ્રબાહુ
આચાર્ય ભદ્રબાહુ જેનસંકૃતિના એક જ્યોતિર્ધર આચાર્ય હતા. એમને જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. તેઓ બે ભાઈ હતા. નાના ભાઈનું નામ વારાહમિહિર હતું. ભદ્રબાહુએ આર્ય યશોભદ્ર પાસે ચુમાળીસ વર્ષની ઉંમરે પિતાના નાના ભાઈ સહિત જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. અઢાર વર્ષ પર્યત તેઓ સામાન્ય, સાધુ અવસ્થામાં રહ્યા. ત્યાર પછી એમને યોગ્ય ગણીને સંઘે તેમને આચાર્ય પદ અર્પણ કર્યું.
વારાહમિહિર પિતે જ આચાર્ય બનવા ઇચ્છતા હતા પરંતુ ભદ્રબાહુના પ્રમાણમાં તેની યોગ્યતા કંઈ વિસાતમાં ન હતી આથી તે આચાર્ય ન બની શક્યો. અદેખાઈથી તેણે સાધુ વેશને ત્યાગ કર્યો. તિષશાસ્ત્રને તે અચ્છા જાણકાર હતો. આથી જ તેણે વારાહમિહિર સંહિતાનું સર્જન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org