________________
આત્મ-વૈભવ
૪૩.
નીલકમળ, લાલકમળ વગેરે જાતજાતનાં શતદલ ફૂલે ખીલી રહ્યાં હતાં, રંગ-બેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં. આ વિમાનમાં બેસીને દેવરાજ અવનિ પર ઊતર્યા, પછી ઐરાવત હાથી પર બિરાજીને દેવ-દેવીઓનાં વૃંદ સાથે આગળ વધ્યા. યક્ષ, ગંધર્ધ અને કિન્નર કુમારિકાઓના મધુર નૃત્ય-સંગીતથી ચારે દિશાઓ આનંદિત થઈ રહી હતી.
દેવરાજની મહાન અને અભુત સમૃદ્ધિની સામે દશાર્ણ ભદ્રની સમૃદ્ધિ ઝાંખી પડી ગઈ તે લજિત થઈ છે. તેનો અહંકાર એક જ ક્ષણમાં ઓગળી ગયે. એ વિચારવા લાગ્યું કે
હું ભૌતિક વૈભવની દૃષ્ટિએ ક્યારે ય ઇન્દ્રની હરીફાઈ ન કરી શકું. ભૌતિક વૈભવની દષ્ટિએ તો હું તેનાથી હારી ગયો છું પરંતુ હું સાચો ક્ષત્રિય છું. પાછળ હટવાનું તે હું ક્યારે ય શીખે નથી. તેની વિચારધારા અંતર્મુખ બની ગઈ. તે હાથી પરથી નીચે ઊતરી પડશે, બધાં જ આભૂષણો નીચે ઉતારી નાંખ્યાં. રાજમુકુટ અને રાજમુદાઓ પણ એક તરફ રાખી દીધી. પ્રભુના ચારણકમળ પાસે પહોંચીને તેણે પ્રાર્થના કરી કે “ ભગવદ્ ! ભૌતિક વૈભવની તુચ્છતા મેં જાણી લીધી છે, હું આત્માને અનંત વૈભવ મેળવવા ઇચ્છું છું. આપ મને દીક્ષા આપે.” | દશાર્ણભક રાજા હવે અપરિગ્રહ શ્રમણ બની ગયા.
દશાર્ણભદ્રને પ્રભુ સામે મુનિ બનેલા જોઈ ને દેવરાજ' ઠગાયા હોય તેવા થઈ ગયા. આધ્યાત્મિક વૈભવની દષ્ટિએ દશાર્ણભદ્રની “ તેઓ સ્પર્ધા કરી શકે તેમ ન હતા. દશાર્ણભક મુનિના ચરણોમાં દેવરાજ દેવેન્દ્ર ગદ્ગદિત થઈ પ્રણામ કર્યા. મુનિપ્રવર ! આપનું જીવન મહાન છે. જેની સામે ભૌતિક વૈભવ તુચ્છ છે એવો અનંત, આત્મવૈભવ આપે મેળવ્યું છે. આપ આપના સંકલ્પમાં જીતી ગયા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org