________________
રાજકુમારનું ચાતુર્ય
દેવનગરના રાજા વિક્રમને એમની એક પુત્રી હતી, સ્વર્ણલતા એનું નામ. રાજકુમારીની પ્રતિભા ખૂબ જ વિલક્ષણ હતી. સાથે સાથ રૂપ પણ અસરા જેવું હતું. રાજા તેના વિવાહ એવા મેધાવી રાજકુમાર સાથે કરવા ઈચ્છતા હતા કે જે એની પરીક્ષામાં પાર ઊતરે. પોતાના બુદ્ધિશાળી મંત્રી સાથે વિચારવિમર્શ કરીને રાજા ઘેર જંગલ, દુર્ગમ ખીણ અને પર્વતોથી ઘેરાયેલી સમથળ ભૂમિ પર મહેલ બનાવડાવ્યું. ત્યાં પહોંચવું કોઈને માટે શકયું નહોતું. મહેલ બનાવનારા કલાકારો અને મજૂરોને આંખે પાટા બાંધીને ત્યાં લઈ જવામાં આવ્યા અને એ જ રીતે પાછા લાવવામાં આવ્યા. રાજકુમારી સ્વર્ણલતાને એ જ મહેલમાં રાખવામાં આવી.
રાજા વિક્રમે છેષણ કરાવી કે ત્રણ દિવસની મુદતમાં જે રાજકુમાર, સ્વર્ણલતાને શોધી કાઢશે તેની સાથે રાજકુમારી -સ્વર્ણલતનું પાણિગ્રહણ કરવામાં આવશે. જે રાજકુમાર આ કાર્ય -નહિ કરી શકે તેને કેદી બનાવવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org