________________
અલગ અલગ સજ
બાદશાહે સિપાહી પાસે સાત જેડા મરાવ્યા. પછી ધક્કા મરાવીને મહેલની બહાર કઢાવ્ય.
ત્યાર પછી ચોથા અપરાધીને લાવવામાં આવ્યું. તેણે પણ ચોરી જ કરી હતી. બાદશાહે તેને પગથી માથા સુધી જોયો અને હુકમ કર્યો કે એનું મોટું કાળું કરીને ગધેડા પર બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવે.
ચારે ય અપરાધીઓને અપરાધ એક હતું પરંતુ દંડ અલગ અલગ આવે. બધા દરબારીઓના મનમાં પ્રશ્ન જાગ્યો કે આમ
શા માટે ?
આ બાબત બાદશાહ જાણી ગયો. તેણે પૂછયું : “આપ સૌનું આ વિષે શું કહેવું છે?”
એક દરબારી: “જહાંપનાહ ! આપના ન્યાયમાં તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ એ નથી સમજાતું કે જ્યારે બધાએ એક સરખો ગુનો કર્યો છે તે પછી તેની સજા અલગ અલગ શા માટે ? દરેકની સજા વચ્ચે આકાશ અને ધરતી એટલે ફેર છે!”
એ રહસ્ય જાણવા માટે હું ચારેયની પાછળ એક એક ગુપ્તચર મોકલીશ જેથી સાચી પરિસ્થિતિને ખ્યાલ આવે.”
બીજે દિવસે બાદશાહ અકબર સિંહાસન પર બેઠા હતા. દરબાર ભરાય હતે. તુરત જ ચારેય ગુપ્તચરોએ પિતાપિતાની હકીક્ત રજૂ કરી.
એકે નિવેદન કર્યું : “જહાંપનાહ! જેને આપે, “આ કાર્ય તારા માટે યોગ્ય નથી” એમ કહીને વિદાય કર્યો હતો તેણે અહીંથી ઘેર જઈને ઝેર ખાધું અને આત્મ-હત્યા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org