SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અલગ અલગ સજ બાદશાહે સિપાહી પાસે સાત જેડા મરાવ્યા. પછી ધક્કા મરાવીને મહેલની બહાર કઢાવ્ય. ત્યાર પછી ચોથા અપરાધીને લાવવામાં આવ્યું. તેણે પણ ચોરી જ કરી હતી. બાદશાહે તેને પગથી માથા સુધી જોયો અને હુકમ કર્યો કે એનું મોટું કાળું કરીને ગધેડા પર બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવે. ચારે ય અપરાધીઓને અપરાધ એક હતું પરંતુ દંડ અલગ અલગ આવે. બધા દરબારીઓના મનમાં પ્રશ્ન જાગ્યો કે આમ શા માટે ? આ બાબત બાદશાહ જાણી ગયો. તેણે પૂછયું : “આપ સૌનું આ વિષે શું કહેવું છે?” એક દરબારી: “જહાંપનાહ ! આપના ન્યાયમાં તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ એ નથી સમજાતું કે જ્યારે બધાએ એક સરખો ગુનો કર્યો છે તે પછી તેની સજા અલગ અલગ શા માટે ? દરેકની સજા વચ્ચે આકાશ અને ધરતી એટલે ફેર છે!” એ રહસ્ય જાણવા માટે હું ચારેયની પાછળ એક એક ગુપ્તચર મોકલીશ જેથી સાચી પરિસ્થિતિને ખ્યાલ આવે.” બીજે દિવસે બાદશાહ અકબર સિંહાસન પર બેઠા હતા. દરબાર ભરાય હતે. તુરત જ ચારેય ગુપ્તચરોએ પિતાપિતાની હકીક્ત રજૂ કરી. એકે નિવેદન કર્યું : “જહાંપનાહ! જેને આપે, “આ કાર્ય તારા માટે યોગ્ય નથી” એમ કહીને વિદાય કર્યો હતો તેણે અહીંથી ઘેર જઈને ઝેર ખાધું અને આત્મ-હત્યા કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy