________________
બાદશાહની રામાયણ
સવારને સમય હતે. એક બાદશાહ પોતાની વજીર સાથે ફરવા નીકળ્યો હતો. રસ્તામાં એક વ્યાસજી કથા કરતા હતા. હજારે લેકે બેસીને કથારસને આનંદ માણી રહ્યા હતા. વ્યાસજીની કથા કહેવાની પદ્ધતિ એવી અનોખી હતી કે લેકે પ્રસન્નતાથી ડેલી રહ્યા હતા. હાસ્યના તે ધોધ વહેતો હતો.
બાદશાહે પૂછ્યું : ' વછર ! અહીં કેની કથા ચાલે છે?'
વછર: “જહાંપનાહ! અયોધ્યાના રાજા રામ અને સીતાની કથા ચાલે છે.”
બાદશાહને ખૂબ ખૂટું લાગ્યું. તેને થયું મારા રાજ્યમાં લેકે મારી કથા કરવાને બદલે બીજાની કથા કરે છે !
બાદશાહે તે જ વખતે વ્યાસજીને બોલાવ્યા અને કહ્યું: “જુઓ! આજથી રાજા રામની કથા ન સંભળાવતાં મારી જ કથા કરવાનું ચાલુ કરે. જેવી સીતારામની કથા છે તેવી જ દૂબહૂ મારી પણ કથા લખી આપે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org