________________
શકા–“શના શ્રવણ અથવા ભાષણ આદિથી જે જ્ઞાન થાય છે. તેને શ્રતજ્ઞાન કહે છે,” આ પ્રકારનું જે મૃતનું લક્ષણ અહીં બતાવવામાં આવ્યું છે તેં અતિવ્યાપ્તિ દેથી યુકત હોવાને કારણે ઉચિત નથી, કાણુ કે તે લક્ષણને સદૂભાવ તે મતિજ્ઞાનમાં પણ હોય છે. તે શ્રોત્રેન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે..
ઉત્તર-આ માન્યતા બરાબર નથી. કારણ કે- મતિજ્ઞાન પાંચે ઈન્દ્રિય અને મનની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ થતજ્ઞાન તે માત્ર મનની સહાયતાથી જ ઉત્પન્ન છે-અન્ય ઇન્દ્રિયોની સહાયતાની તેને જરૂર રહેતી નથી. “શબ્દશ્રવણુ અથવા ભાષાશુદિથી જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે,” આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે શબ્દશ્રવણ અને ભાષણદિ જન્ય જે શ્રોત્રેન્દ્રિય થી તેનું જ્ઞાન થાય છે તે મતિજ્ઞાનરૂપ હોય છે. અને તે મતિજ્ઞાનપૂર્વક તે વિષયને અનુલક્ષીને શબ્દશ્રવણ આદિના વિષયમાં વિશેષ ચિન્તન ચાલુ થઈ જાય છે તે તે માત્ર મનનું જ કાર્યું હોવાથી તેને થતજ્ઞાન કહે છે ઉદાહરણ દ્વારા આ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–શબ્દવિષયક શ્રોત્રજન્ય નાન થવાથી તેને વિષે મનમાં આ પ્રકારના વિકલ્પ ઉpભવે છે- “આ કયા પ્રકારના શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે ઊંચે સ્વરે શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે કે ધીમે સ્વરે શબ્દનું ઉરચારણું થઇ રહ્યું છે. આ પ્રકારના વિકપ જે જ્ઞાનમાં ઉદભવે છે તે જ્ઞાનને શ્રતજ્ઞાન કહે છે,
શંકા-જેમ મતિજ્ઞાનની ઉત્પત્તિમાં ઈદ્રિય સાક્ષાત નિમિત્ત બને છે એમ થતાનની ઉત્પત્તિમાં તેઓ સાક્ષાત નિમિત્ત બનતી નથી. પરંતુ પરમ્પરાની અપેક્ષાએ તે તેઓ થતાનમાં પણ નિમિત્ત રૂપ બને જ છે. જેમ કે સ્પર્શેન્દ્રિય આદિની સહાયતાથી ધારે કે મતિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, ત્યારબાદ તેમને વિષે વિશેષ વિચાર કરવારૂપ શ્રતજ્ઞાન પણ ઉપન્ન થઈ જાય છે. આ રીતે વિચાર કરવામાં આવે તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે કોઈ ભેદ જ જણાતો નથી. સમાધન–આ પ્રકારની માન્યતા પણ ખરી નથી. કારણકે આ કથન તે માત્ર
ઔપચારિક કથન જ છે. વળી બીજું કારણ એ છે કે મતિજ્ઞાન તે માત્ર વિધમાન વસ્તુમાં જ પ્રવૃત્ત થાય છે, પરંતુ શ્રતજ્ઞાન તે વૈકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. તથા મતિજ્ઞાનમાં શબ્દ લેખન જ થાય છે, જ્યારે શ્રુતજ્ઞાનમાં તે સ્મરણ તર્કવિતર્ક આદિ પણ થાય છે એટલે કે જેવી રીતે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિને સમયે સંકેત, સ્મરણ અને શતગ્રંથનું અનુસરણ અપેક્ષિત હોય છે, એવી રીતે ઈહા આદિરૂપ મતિજ્ઞાનમાં તે, સંકેત, સ્મરણ આદિની અપેક્ષા રહેતી નથી. આ વાત પરથી એજ વાત નિશ્ચિત થાય છે કે લબ્ધિરૂપ મતિજ્ઞાનના સદૂભાવમાં જ થતજ્ઞાન ઉત્પન્ન થાય છે-સતિજ્ઞાનને અભાવ હોય તે શ્રતજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં કરણભત કહ્યું છે.
અનુયોગ દ્વાર સુત્રમ