________________
આદિ ચાર અનુગ દ્વારરૂપ જ છે. પ્રજન એટલે ફળ. તે પ્રજન બે પ્રકારનું હોય છે. અનન્તર સાક્ષાત્ અને (૨) પરમ્પરા ફળ. | વાંચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવોનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી જે ભાવના તે શાસ્ત્રકારના હૃદયમાં હોય છે, તે ગ્રન્થકર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રજન છે. તથા તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી અધ્યયન કરનારને કે શ્રોતાને જે બોધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન ગણાય છે. ગ્રન્થ (શાસ્ત્ર) કર્તાને, ગ્રન્થનું અધ્યયન કરનારને અને તેનું શ્રવણ કરનારને જે પરમપદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરમ્પરા પ્રોજન ગણાય છે. શાસ્ત્રો અને વિષયને પ્રતિબોધ્ય-પ્રતિબંધક ભાવ રૂપ સંબંધ હોય છે. વિષય પ્રતિધ્ય અને શાસ્ત્ર તેનું પ્રતિબંધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર છવ તેને અધિકારી ગણાય છે.
પાંચ પ્રકારક જ્ઞાનકા નિરુપણ શાસકારે શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા માટે, શાસ્ત્રની નિર્વિને પરિસમાપ્તિ કરવા નિમિત્તે અને શિષ્યમાં શાસ્ત્રવિષયીભૂત અર્થજ્ઞાનની પ્રાપ્તિને દઢ વિશ્વાસ જમાવવાને નિમિત્તે જે કે શાસ્ત્ર પિતે જ મંગળરૂપ હોવા છતાં પણ આ શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે સૌથી પહેલાં મંગળ સૂત્રને પાઠ કર્યો છે. “ના પંવવિÉ voor' ઇત્યાદિ
સૂ ૧ શબ્દાર્થ(T) જ્ઞાન (વિé) પ્રાચ પ્રકારનું (gud) કહ્યું છે. અહીં જ્ઞાન” શબ્દ ભાવસાધન, કરણસાધન અને કર્તા સાધનરૂપ છે. ભાવસાધનમાં જ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે. “જ્ઞાતિ-જ્ઞાનમ્” જાણવું તેનું નામ જ્ઞાન છે. કરણસાધનમાં જ્ઞાનની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. “જ્ઞાતિ અને રાતિ પાન આત્મા જેના દ્વારા પદાર્થોને જાણે છે તેનું નામ જ્ઞાન છે. આ કરણસાધન દ્વારા જ્ઞાનાવરણુકમને ક્ષય અથવા ક્ષપશમ લક્ષિત થાય છે, કારણ કે જ્ઞાનાવરણીય કમને ક્ષય અથવા ક્ષયોપશમ થવાથી જ આત્મામાં જ્ઞાનને પ્રાદુર્ભાવ થાય છે અથવા જ્ઞાનમાં સર્વથા નિર્મળતા પ્રકટ થાય છે. તેથી જ્ઞાનાવરણને ક્ષય અને ક્ષાપશમ જ્ઞાન રૂપ જ હેવાને કારણે અભેદ સંબંધની અપેક્ષાએ જ્ઞાનરૂપ જ નિવડે છે. તેથી કરણસાધનમાં પદાર્થોને જાણવામાં અત્યન્ત સાધક જે જ્ઞાન છે તેને જ અહીં ગ્રહણ કરાયું છે. એવું જ્ઞાન જ્ઞાનાવરણના ક્ષય અને ક્ષોપશમ સ્વરૂપ જ હોય છે. એજ પ્રમાણે “પદાર્થ જેના વડે જણી શકાય તે જ્ઞાન છે,” આ પ્રકારની વ્યુત્પત્તિ કરવામાં આવે તે પણ જ્ઞાનાવરણનો ક્ષય અને ક્ષોપશમ જ્ઞાનરૂપ જ થઈ પડે છે, કારણ કે પદાર્થ જ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. “જ્ઞાતે મિન્નિતિ જ્ઞાનમ”િ પદાર્થ જેમાં જ ણી શકાય તેનું નામ જ્ઞાન છે.” આ પ્રકારની વ્યુત્પત્તિમાં આત્મા જ્ઞાનરૂપ પ્રતિપાદિત થાય છે. અહીં પરિણામ અને પરિણામવાળામાં અભેદ હોવાને કારણે આત્માને જ્ઞાનરૂપ માની લેવામાં આવ્યું છે, કારણ કે જ્ઞાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષય પશમવાળા આત્માનું પરિણામ જ્ઞાન છે અને આત્મા તે પ્રકારના પરિણામવાળે છે. “નાગરિ તિ જ્ઞાન” આ વ્યુત્પત્તિ અનુસાર પણ એજ અથ પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં અર્થની અપેક્ષાએ પાંચ પ્રકારતા તીર્થકરોએ પ્રરૂપિત કરી છે અને સૂત્રની અપેક્ષાએ પાંચ પ્રકારતા ગણધરોએ પ્રરૂપિત કરી છે. આ બાબતમાં ગણધરેએ પોતાના તરફથી કપિત કરીને કંઈ પણ મિશ્રિત કર્યું નથી, એજ વાત સૂત્રકારે “Touત્ત’ પદ દ્વારા પ્રકટ કરી છે. અથવા
અનુયોગ દ્વાર સુત્રમ