________________
પુસ્તક ૧-લુ
પાંચ જ્ઞાને છે, એમ માનવામાં આવેલું નથી, પરંતુ મુખ્યત્વે આત્માના સ્વભાવરૂપ જે જ્ઞાન તેનાજ પાંચ પ્રકાર હોવાથી એને રોકવાવાળા કર્મોના પાંચ પ્રકારો માનવામાં આવેલા છે, અને તેથી કર્મ અને જ્ઞાનની સંખ્યાની સિદ્ધિમાં જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થવાથી કર્મની સંખ્યાની સિદ્ધિ થાય અને કર્મની સંખ્યાની સિદ્ધિ થવાથી જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થાય, એ અન્યાશ્રય નામને દેવ આવી શકે તેમ નથી.
જૈન-જનતાથી એ વાત તે અજાણ નથી કે બીજા દર્શનેની માફક જૈનદર્શન કર્મના એકલા પુણ્ય અને પાપ એવા નામના માત્ર બે ભેદ માનીને બેસી રહેવાવાળું નથી, પરંતુ જૈનદર્શન તે સુખ અને દુઃખ વિગેરેનાં કારણભૂત, અગર શુભ અને અશુભપણના કારણભૂત એવા કર્મના પુદ્ગલેને પુણ્ય અને પાપરૂપે માનવાવાળું છે,
વળી આત્માના જ્ઞાન-દર્શન-સમ્યકત્વચારિત્ર અને દાનાદિ ગુણેને રોકવાવાળાં જુદાં-જુદાં કર્મોને માનનારું છે.
અર્થાત્ આત્માને જ્ઞાનગુણને રોકવાનું કાર્ય જ્ઞાનાવરણીય કરે છે. દર્શનગુણને રોકવાનું તથા દર્શનને ઘાત કરવાનું કાર્ય દર્શનાવરણીય કરે છે. સમ્યકત્વગુણને રોકવાનું કાર્ય સમ્યકત્વમેહનીય કરે છે. ચારિત્રગુણને રોકવાનું કાર્ય અને વિપરીત આચરણને કરાવવાનું કાર્ય ચારિત્ર-મોહનીય કરે છે. તથા દાનાદિક વિષે અન્તરાયનું કાર્ય અંતરાય કર્મ કરે છે.
આવી રીતે કર્મને એકલે પુણ્ય-પાપ વિભાગ ન માનતાં જુદા-જુદા વિભાગ માનવાથી છાની કર્મજનિત વિષમ સ્થિતિ સમજવાનું સહેલું પડશે.
વળી જૈન–શાસ્ત્રકારે સમ્યકત્વ–ગુણનું પ્રથમ પગથીયું એ માને છે કે “સંસારભરના જીવને આડે કર્મોથી આવારિત માનવા જોઈએ, તેમજ પોતે પણ આઠે કર્મોથી આવારિત છે. એ વાત જ્યારે સમ્યક્ત્વના પ્રથમ-પગથીયામાં