________________
'આગમત અમે પણ (આ ટીકાકાર) કહીએ છીએ કે એ બાબત એટલે નામ-સ્થાપનાનું બાહ્ય-પર્યાયરૂપે માનવાપણું શાસવિરૂદ્ધ નથી, આ બાબતમાં ઘણું વિવેચન કરવા ગ્ય છે, પણ અહિં આ વિષયને ગ્રન્થ-વિસ્તારના ભયથી અહીં જ પૂર્ણ કરવામાં આવે છે.
જીવમાં જેમ નામાદિ ચારે નિક્ષેપાએ ઘટાવ્યા તે જ પ્રમાણે હવે જે જીવાદિ વાગ્યના જન્તુ, પ્રાણી વિગેરે વાચક શબ્દ છે તેમાં પણ આ નામાદિ ચતુષ્ટય ઉતરી શકે છે. એ વસ્તુ જણાવવા માટે ભાગ્યકાર ઇયારે ઈત્યાદિ પંક્તિઓને ઉલ્લેખ કરે છે. - મુખ્ય શબ્દને જે અર્થ હોય તે જ અર્થને કહેનારા જે અન્ય શબ્દો તે પર્યાયે કહેવાય, તે પર્યાય-શબ્દોની અપેક્ષાએ તે મુખ્ય શબ્દ પણ પર્યાય કહેવાય. જેમ કે-જીવ એ પ્રધાન શબ્દના જંતુ, પ્રાણી, શરીરી, ઈત્યાદિ પર્યાય છે, અને જંતુ વિગેરે શબ્દોને જીવ એ પણ પર્યાય છે. તે બધાયને દ્રવ્યમાં સમાવેશ થાય છે, છતાં જીવના પર્યાય તરીકે દ્રવ્ય શબ્દ ગણાતે નથી, પરંતુ પર્યાયાન્તર ગણાય છે, તે પર્યાયાન્તર દ્રવ્યપદના પણ નામાદિ ચારે વડે નિક્ષેપ રચના કરવી, તે આ પ્રમાણે -
નામદ્રવ્ય અને સ્થાપના દ્રવ્ય, એ બંને ભેદે તે નામજીવ અને સ્થાપનાજીવની માફક જ સમજવાના હોવાથી નામજીવ સ્થાપનાજીવ એ બંનેની વ્યાખ્યામાં આ નામદ્રવ્ય અને સ્થાપનાદ્રવ્યની પણ વ્યાખ્યા સમજી લેવી. તે ત્યાં સુધી સમજવું કે ચાયત સેવા વિગેરે પદોથી વ્યાખ્યા આવી છે, ત્યાં સુધી.
- હવે કેટલાક આચાર્યો દ્રવ્ય-દ્રવ્યના ભાગમાં કાંઈક વિશેષતા કહે છે તે આ પ્રમાણે-અહિં એટલે અવશ્ય ખ્યાલ રાખવાનું છે, મૂળ ધર્માસ્તિકાયાદિ છે, એ દ્રવ્યની અપેક્ષાએ જે વિચારવામાં આવે તે દ્રવ્ય-જીવ ભાગે જેમ શૂન્ય અર્થાત્ નિર્વિષય ઉપર જણાવવામાં આવ્યું હતું તે જ પ્રમાણે દ્રવ્ય-દ્રવ્ય એ ભાગે પણ શુન્ય જ આવે, કારણ કે પ્રથમ દ્રવ્યત્વ ન હોય અને પછી દ્રવ્યત્વ થવાનું હોય તે દ્રવ્યદ્રવ્ય એ ભાગે ઘટી શકે, પરંતુ એવું તે