________________
- ૨૯
- પુસ્તક એવું
જે એમ ન હોય તે જેને પુરિપુરમા, કહીને પુરૂષોત્તમ (જિનેશ્વર)ને નમસ્કાર થાઓ, એમ કહે અને તેજ પદ જે પુરુષોત્તમ્યા તે કહીને વૈષ્ણવે પિતાના ગ્રંથમાં નમસ્કાર કરે ત્યારે સુજ્ઞમનુષ્ય તે પ્રકરણને દેખીને જ જૈન ગ્રંથમાં પુરૂષોત્તમનો અર્થ તીર્થકર કરે, અને અન્ય ગ્રંથમાં પુરૂષોત્તમને અર્થ વિષ્ણુ કરે એ સ્વાભાવિક જ છે.
તેવી રીતે વિરતામાં કેનું ખંડન કરવા માટે તે પુરૂષોત્તમપદના અર્થમા સહજ’ શબ્દ તથાભવ્યત્વના વિશેષણ તરીકે વપરાય છે. એ જો સુજ્ઞપણું ધારીને વિચારે તે તે સુજ્ઞમનુષ્યને તથાભવ્યત્વના સ્વાભાવિક અને અસ્વાભાવિક (કૃત્રિમ) એવા બે ભેદ માનવાનું મન થશે જ નહિં.
પરંતુ તે સહજ શબ્દ તીર્થકરની અનાદિ તથાભવ્યત્વથી થયેલી ગ્યતાને જ જણાવનાર છે, એમ સ્પષ્ટ માલમ પડશે, કારણકે કેટલાક મતવાળા એવું માનનારા હતા કે તીર્થકર થનારા જીવમાં તીર્થકર થવાને લાયકનું બીજ અનાદિકાલથી હેય અને બીજા જેમાં અનાદિકાલથી તેવું બીજ ન હોય એવું છે જ નહિ. અર્થાત્ જગતમાં જે જે જીવને જેવા જેવા સહકારી કારણે મળે તેવાં તેવાં કાર્યો થાય અને તેથી જેને કેવલ આત્માને મક્ષ કર એવા વિચારરૂપી સહકારી કારણ મળે તે મૂક કેવલી થાય, અને જેને પિતાના કુટુમ્બના કે લાગતા-વળગતા જે જે જે હોય તે બધાને મોક્ષ મેળવવા માટે તૈયાર થઉ એવા વિચારને યેગ મળે તે ગણધર થાય, અને જેને સમગ્ર જગતના છને કર્મક્ષય કરાવી મેક્ષ મેળવવાનો ઉત્તમ વિચારને જેગ મળે તે તીર્થકર થાય,