________________
પુસ્તક ચિહ્યું ૯ પ્રશ્ન-ભવ્યત્વ સ્વભાવ જેમ સ્વાભાવિક છે, તેમ તથાભવ્ય
વસ્વભાવ પણ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે.? સમાધાન–જેવી રીતે ભવ્યત્વસ્વભાવ સ્વાભાવિક છે અને તેથી તે
પારિણમિક ભાવ તરીકે ગણાય છે, તેવી જ રીતે જે તથાભવ્યત્વ તે પણ પરિણામિક ભાવજ છે અને તે ભવ્યત્વભાવની વિશિષ્ટતા રૂપ છે અને તેજ કારણથી ભવ્યત્વની માફક તથાભવ્યત્વ પણ અનાદિ પારિણું. મિક ભાવ છે.
એટલે તીર્થકર મહારાજાઓમાં પણ રહેલું તથા ભવ્યત્વ તે અનાદિપરિણામિકભાવરૂપ છે અને બીજા પણ ભવ્યજીમાં રહેલું છે તથાભવ્યત્વ તે પણ અનાદિપારિમિકભાવરૂપ છે.
આ તથાભવ્યત્વની વિચિત્રતાને લીધે જ તે તે જેમાં યેગ્યતાની વિચિત્રતા થઈ રહે છે, કેમકે સ્વભાવમાં વિચિત્રતા ન હોય તે યોગ્યતાની વિચિત્રતા ન રહે, અને યોગ્યતાની વિચિત્રતા ન હોય તે જુદા જુદા રૂપે જુદા જુદા સાધને મળતાં કાર્ય ન થવાની કે થવાની વિચિત્રતા રહે નહિં, માટે યોગ્યતાની વિચિત્રતા માનવાની માફક તથાભવ્યત્વભાવની વિચિત્રતા માનવી જ જોઈએ, અને તે વિચિત્ર તથાભવ્યત્વ દરેક
ભવ્યજીવને સ્વાભાવિક અને અનાદિથી સિદ્ધ છે. ૧૦ પ્રશ્ન-તથાભવ્યત્વ જ્યારે અનાદિનું છે, તેમજ ભવ્યત્વની
માફક તે અનાદિપરિણામિકભાવ રૂપ છે, તે પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરાની અંદર ભગવાન જિનેશ્વરનું પુરૂષોત્તમપણું જણાવતાં જોયામગ્રવાહિમાવત: એમ કહી શગ એટલે “સ્વાભાવિક એવું વિશેષણ કેમ આપ્યું છે?