________________ રસાગરનૌતી - 9) [પૂ. ગમે તારક આચાર્યદેવ શ્રીના અથાગ-ચિંતનભર્યા વ્યાખ્યાનમાંથી તારવેલ કેટલાક સુવાકય-મૌક્તિક...સં.] 0 ધર્મ તેને ગમે કે જેને કર્મની સરી ખૂંચવા લાગે ! 0 સંસારનો રાગ ઘટયો ત્યારે કહેવાય કે જ્યારે ભયંકર વિષમ પરિસ્થિતિમાં પણ ધર્મ-ક્રિયાઓની આચરણાને પડતી મુકવાનો વિચાર પણ ન સ્પશે ! 0 ધર્મક્રિયા–વાસિત જીવોની મનોદશા એવી હોય કે દોષથી ખદબદતા જીવાત્મામાં પણ રહેલ મૌલિક યોગ્યતા પારખી તેને વિકસાવી કર્મનાં બંધને ફગવી દેવડાવવા તનતોડ સહાય કરે ! 0 વાસનાઓની વિષમ-અસરતળે જીવાત્મા વતી રહ્યો ત્યાં સુધી ગણાય કે જ્યાં સુધી સંસારના વિષય સુખની વધુ માત્રા મેળવનારાઓની હાજરી વધુ ગમતી હોય ! 0 કષાયની તાબેદારીમાં જીવની ફસામણ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી શાસ્ત્રની વાતને પણ પકડ તરીકે અપનાવી કલુષિત પરિણામેની તાબેદારી હોય.....! ! ! 0 સંસ્કારો સંસારને ટકાવે છે, એ વાત સાચી ! પણ બન્નેમાં મહત્વની જે ક્રિયાનો જ છે તેને જો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગોઠવી દેવાય તો સંસાર ઉભો જ ન રહે......! ! ! આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001