________________
આગમત
જે કે તે વાક્યમાં વાચ્ય-પદાર્થો અને ગ્રાહ્ય-પદાર્થોની અપેક્ષાએ વિષય-વિભાગ કરવામાં આવે છે, પરંતુ અહિંયાં તે વાક્યને અર્થ સર્વ—જેને દુઃખ કરનાર તરીકે ગણુને લેવામાં આવ્યું છે.
એટલે હવે આ વાત સ્પષ્ટ સમજી શકાશે કે-મૃષાવાદ વગેરે પાપસ્થાન સર્વ ને સાક્ષાત્ દુખ કરનારા થઈ શકે અગર થાય તે પણ તેના કરતાં મુખ્યત્વે હિંસા એ જ એવું પાપસ્થાનક છે કે એના વિષયમાં આવેલા સર્વ છે કે જેઓ દેશભેદે ભેટવાળા હોય, જાતિભેદે ભેદવાળા હોય, ભાષાભેદે ભેટવાળા હેય-યાવતુ ગતિના ભેદે કરીને પણ ભેટવાળા હેય એવાઓને પણ દુઃખ કરનાર થાય છે.
કોઈ પણ મનુષ્ય, કોઈપણ જાનવર કે કોઈપણ પ્રાણી કે કોઇપણ જીવ પિતાના વધને કે પિતાની ઉપર થતા બલાત્કારને કે પિતાની ઉપર કરાતી માલિકીને કે પિતાની ઉપર કરાતી પીડાને કે પિતાના કરાતા પ્રાણ-વિયેગને અનિષ્ટ ગણ્યા સિવાય રહેતું જ નથી.
જગતમાં જેવી રીતે મરણ સર્વ પ્રાણીઓને અનિષ્ટ છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓને વધ–બલાત્કાર–તાબેદારી–પીડા–એ પણ અનિષ્ટ જ છે. અને તેથી જ ભગવાન જિનેશ્વરદેવેએ અનિષ્ટ એવી હિંસાને વર્જવા માટે તથા ઈષ્ટતમ એવી અહિંસાને આદરવા માટે એકલા પ્રાણુવિયેગ નહિં કરવાનો ઉપદેશ ન આપતાં વધ-બલાત્કાર-તાબેદારી-પીડા અને હરણુએ પાંચે વસ્તુ એક સરખી રીતે વર્જવા લાયક છે. એ ઢંઢેરે જાહેર કરીને અહિંસાને ઉપદેશ આપે છે.
આ સ્થાને શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન જિનેશ્વર મહારાજે કરેલા ઢંઢેરાને જણાવનાર શબ્દો નીચે પ્રમાણે મૂક્યા છે.
"सव्वे पाणा सव्वे भूमा सव्वे जीवा सवे सत्ता ण हंतव्वा ण मज्जा वेयवा, ण परिघेतवा, ण परितावेयव्वा, ण उद्दवेयवा॥"