Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 158
________________ આગમત આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય કે ભવ્યજીના બે વર્ગ એક મેલગામી ભવ્ય અને એક જાતિભવ્ય. ૩ પ્રશ્ન–મોક્ષગામી–ભવ્ય તરીકે જે જીવે જણાવવામાં આવ્યા છે, તે સર્વ ક્ષગામી–ભવ્ય જ્યારે મેક્ષનું કાર્ય સિદ્ધ કરે ત્યારે જગતમાં કેઈપણ મોક્ષગામી–ભવ્યજીવ ન રહે એમ નહિં બને ? અથવા એમ શું બનશે? સમાધાન–મેક્ષગામી–ભવ્યજીની સંખ્યા એટલી બધી જબરજસ્ત છે કે જેને મોક્ષે જતાં જતાં પણ અંત આવે એવું નથી. જેમ આકાશના એકેક પ્રદેશને સમયે સમયે પણ લેવા જતાં અનંતા કાલચકોએ પણ આકાશની એક પ્રદેશની શ્રેણિને અંત આવે નહિ, તેવી રીતે ભવ્ય દરેક વખતે મોક્ષે જાય તે પણ તેથી મોક્ષે જવા લાયક બને અંત આવશે નહિં. કદાચ કહેવામાં આવે કે તે મેલે નહિ જનારા ભવ્ય અને સૂક્ષ્મપણામાં રહેવાવાળા જાતિભવ્યે એ બેમાં ફરક હવે રહેવાને નહિં. પરન્તુ આમ કહેવું નહિં, કારણ કે જાતિભવ્યમાં બાદરાદિક અને ત્રસાદિપણું પામવાની યોગ્યતા જ નથી અર્થાત્ જેમ મોક્ષ પામવાની યોગ્યતા નથી, તેમ બાદરાદિક અને ત્રસાદિ પામવાની યોગ્યતા નથી જ, માટે તે સૂક્ષ્માદિકપણામાં જ રહેવાવાળા એવા તે જીવેને જાતિ ભવ્ય કહેવામાં આવે છે, પરંતુ જે જેમાં મોક્ષ પામવાની પણ યોગ્યતા છે, તેવા છે ભલે સૂક્ષ્મપણામાં પણ હોય તે પણ તેને જાતિ ભવ્ય તરીકે કહેવાય નહિં.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172