________________
પુસ્તક ચેાથું
ટીકાકારે ભવસિદ્ધિક શબ્દને શબ્દાર્થ એ પ્રમાણે કહ્યા પછી ભાવાર્થ જણાવતાં ભવસિદ્ધિક શબ્દથી ભવ્ય લે એમ જણાવે છે.
૨ પ્રશ્ન-ભવસિદ્ધક શબ્દના અર્થમાં સીધી રીતે શી અડચણ
આવતી હતી કે જેથી ભાવાર્થ તરીકે ભવ્ય સ્વભાવ લે.
પડે ? સમાધાન-સંસારચકમાં ભવ્ય બે પ્રકારના હોય છે,
જેઓ બાદરપણું, ત્રાસપણું વિગેરે પામીને મનુષ્યપણું પામતાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી મેક્ષ માર્ગની આરાધના કરીને મેક્ષને મેળવી શક્યા છે, મેળવી શકે છે, અને મેળવી શકશે; પરંતુ કેટલાક ભવ્ય ભવ્યપણાના સ્વભાવને ધારણ કરવાવાળા છતાં કેઈપણ કાળે બાદરપણું, ત્રસ પણું થાવત્ મનુષ્યપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે. પણ નહિ, તે તેવા સૂક્ષ્મપણામાં રહેવાવાળા ભવ્યજીમાં પણ ભવ્યત્વ સ્વભાવ તે છે, પરંતુ ભવ્યપણાના કાર્યરૂપ મેક્ષને મેળવવાનું તેઓથી બન્યું નથી, બનતું નથી, અને બનશે પણ નહિ.
આવી રીતે ભવ્યપણાનું કાર્ય નહિં બનાવનારા અને માત્ર ભવ્યપણને જ ધારણ કરનારા એવા સૂક્ષ્મ સમુદાયમાં રહેલા જીવને જાતિ ભવ્ય તરીકે જણાવવામાં આવે છે.
જે કે મૂલ આગમાં જાતિભવ્ય તરીકેને નિર્દેશ મળતું નથી, પરંતુ દુષમાન્ધકાર–તરણિસમ શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણુજીએ “મન્ના વિ તે મiતા” એવી વિશેષણવતીમાં ગાથા કહીને જાતિભવ્યને પણ વર્ગ જણાવેલ છે.