________________
આગમત ધર્માદિ દ્રવ્યેની નિષ્પત્તિ કેઈ કાળમાં થતી નથી.'
પુદ્ગલ-દ્રવ્યમાં ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ યોગ્ય છે. તે વાત ભાષ્યકાર મહારાજ મળવઃ ઈત્યાદિ પદેથી જણાવે છે. અર્થાત્ પરમાણુઓ અને સ્કછે તે સંઘાત અને ભેદથી ઉત્પન્ન થવાના છે, જેથી સવિસ્તર હકીક્ત પાંચમા અધ્યાયમાં મળવઃ ઘાષ્ઠ (ફૂ. ૨૧) ઘાત–માખ્યા કરાવત (૧-૨૬) એ સૂત્રમાં કહેવામાં આવશે. અર્થાત્ સંઘાતથી સ્કંધ થાય અને ભેદથી અણુઓ થાય તે બાબત આગળ કહેવામાં આવશે.
અહિં ટીકાકાર મહારાજાએ ભેદથી અણુઓ થવાનું જણાવ્યું તે બરાબર છે. પરંતુ સ્કંધમાં કેવળ સંઘાત શા માટે લીધે? એ શંકા જરૂર થશે. કારણ કે સ્કંધ તે સંઘાત અને ભેદથીબંનેથી થવાને છે. પાંચ પરમાણુઓને સંઘાત થવાથી પંચ પ્રદેશી ઔધ થાય, તે પ્રમાણે પંચપ્રદેશી સ્કંધમાં ભેદ થવાથી દ્વિપ્રદેશી અને એક ત્રિપ્રદેશી એવા બે સ્કો થઈ શકે છે. આમ હોવા છતાં ટીકાકારે સંધાતાત સ્કંધા એમ શા માટે લખ્યું? સંઘાત-માથાં
ધાઃ એમ શા માટે ન લખ્યું? - આ શંકાને સમાધાનમાં સમજવું જોઈએ કે ભલે! ભેદથી ઉપર જણાવ્યા મુજબ સ્કંધ થતા હોય, પરંતુ ભેદ થવા છતાં સંઘાતપણું હોય તે જ સ્ક બની શકે. જેમ કે પાંચ-પ્રદેશી સ્કંધમાં ભેદ થવાથી એક–ઢિપ્રદેશી, એક-ત્રિપ્રદેશી–એમ બે સ્કંધ થયા, તે પણ તે બે પ્રદેશે તેમજ ત્રણ પ્રદેશને સંઘાત તે અંદર રહેલે જ છે, જે તે બે પ્રદેશે અને ત્રણ પ્રદેશમાં સંઘાત-પરિણામ અંશે પણ ન હોય તે કઈ દિવસ ઢિપ્રદેશી તેમજ ત્રિપ્રદેશી સ્ક બની શકે જ નહિ, એટલે કે ભેદ છતાં પણ સંઘાતત્વ હોય તે જ સ્કંધત્વ છે. એ વ્યાતિ જાળવવા માટે ટીકાકાર મહારાજાએ સંઘાત–માખ્યાં એમ ન કહેતાં રંગાતા ઃ એમ કહ્યું હોય તે વ્યાજબી લાગે છે.