________________
૨૦
આગમત
ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત બને છે. સૂર્ય અને ચંદ્રની પાછળ નકલીને દરેડા નથી. પરંતુ જ્યારે આંખમાં રોગ થયે હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય, તેમ દષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય. એટલે જ્યાં નકલીની ભેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે ?
એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં ઓળખાઈ શકે છે, જો કે તેની નકલે કરનાર ઘણું હોય છે, પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટ ઘણી કરવી પડે છે અને એ નકલ કરનારને આડંબર-બેટી ધામધૂમે અને ખટપટ અને કાવાદાવા કરવાના હોય છે અને તેમાં ભેળા અજ્ઞાન છે દીવાના પતંગીયાની માફક ઝડપાય છે. જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે, ત્યારે તેઓ ખરેખરા પિોક મૂકીને રડી ઉઠે છે. અને ફરી સામું જેવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી. એટલે ઈમીટેશન નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને નહિ જ છેડે જોઈએ. લડાઈઓ કેની?
- ધર્મ પણ આજે નકલીપણાથી વીંટળાયેલ છે, ત્યારે જ સૂક્ષ્મ બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે. જે આર્યપ્રજા ધર્મને સારે અને ઉચ્ચ ગણનારી અને અધર્મને ખરાબ તથા નીચ ગણનારી. એ જ આર્ય પ્રજાના સંતાને આજે ખરા ધર્મને માથે ધૂળ ઉડાડનારા પાકયા છે.
ચોપડીમાં ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈઓ ઘણી થઈ તેમાં જર, જમીન અને જેરૂની લડાઈ સિવાય બીજું કાંઈ વાંચ્યું છે? ધર્મના ઝઘડા કદી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ-રાવણનું યુદ્ધ કેને આભારી? શું ધર્મ માટે થયેલ છે? ઘણાં યુદ્ધ જગતમાં ખેલાયાં, પણ તે બધા મોટે ભાગે રમા અને રામા માટેના જ હોય છે. ધર્મને માટેનાં હતાં નથી.