________________
૨૪
આગમત મહારાજને વૈયાવચ્ચ અંગે પૂછતાં ભગવાને કહ્યું છે કે “ગ્લાનમાંદા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરનારે હોય તે જ મને માનનારે” અને “મને માનનારે હોય તે જરૂર માંદા સાધુ-સાદેવીની વૈયાવચ્ચ કરનાર હાય” આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદેશી ઉપદેશ આપે. એટલે કે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે જે પડે જ નહિ.
ચકવતી છ ખંડને માલિક કહેવાય. જેને દેવતાઓ પણ ન જીતી શકે તેટલી બધી તાકાત એ ધરાવતા હોય, પણ તેમાંય વૈયાવચવાળાને જીતી શક્યા નહિ. કેમકે બાહુબળી પાંચે યુદ્ધમાં ભરત ચક્રવર્તીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ વૈયાવચ્ચનું વિશિષ્ટ મહત્વ સમજાય છે. વાડાબંધીનું પરિણામ
આજે વાડાબંધીના પરિણામે એ દશા થઈ રહી છે કે-ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થાય એવું બની જાય છે, કેમકે નકલીઓને જ્યાં દરેડે હોય ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને ખોટી માની છેડી દે છે, આથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ વારંવાર કહેવું પડ્યું કે “સર્વ વસ્તુઓના આધાર ભૂતધર્મ છે પણ બુદ્ધિશાળીએ ધર્મને બારીક બુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે.'
હવે ધર્મની બારીક બુદ્ધિથી પરીક્ષા કયારે થાય? ધર્મનું લક્ષણ શું? પરીક્ષા આગમાદિ દ્વારા કેવી રીતે થાય તે હવે પછી