________________
પાપ કરતાં પાપવૃત્તિની
વધુ ભયંકરતા
| [વિ. સં. ૧૯૫ અમદાવાદ સદ્ગુરૂ ભક્ત ધર્મપ્રેમી શેઠશ્રી મેહનલાલ છોટાલાલના ઉજમણુ પ્રસંગે પૂ. બહુશ્રત આગમે દ્ધારક આચાર્ય ભગવંતના વે. સુ. ૧૧ના મંગળદિને જૈન સંસાયટી અમદાવાદમાં થયેલ મંગળ પ્રવચનને ઉતારે પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પાસેથી મળ્યો છે તે અહિં વ્યવસ્થિત કરી રજુ કરેલ.
ભાવીયેગે આના પાછળના પાનાં ગૂમ થવાથી આ વ્યાખ્યાન અધુરૂં છતાં ખાસ ઉપયેગી ધારી અહીં રજુ કર્યું છે. ર.]
પાપના દસ મુખ્ય હેતુઓ हिसानृतादयः पश्च तत्त्वाश्रद्धानमेव च ।
क्रोधादयश्चत्वारः शते पापस्य हेतवः ॥ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ કરતાં બે વસ્તુ જણાવે છે, એક પાપની નિવૃત્તિ અને બીજી ધર્મની પ્રવૃત્તિ. આ બેમાં કઈ વસ્તુ પ્રથમ દઢ કરવી?
જૈન શાસનનું તત્ત્વ સમજનારા, જૈનદર્શનનું તત્ત્વ સમજનારા રાગદ્વેષ જીતવા તેને જ તત્ત્વ માને છે. જ્ઞાનાદિકની ઉત્પત્તિ સ્વાભાવિક છે. પણ કયારે? કિનારા કર્મને નાશ થાય ત્યારે! કેમકે વાદળાં ખસે કે સૂર્યને પ્રકાશ તૈયાર જ છે. વાયરે સૂર્યના પ્રકાશને બનાવતે નથી, માત્ર વાદળાંને ખસેડે છે. દરેક ધર્મનુષ્ઠાન અછતા જ્ઞાનાદિકને પ્રગટ નથી કરતા, પણ તેની ઉપરનાં કર્મોનાં પડલે ખસેડી નાંખે છે. વાદળાં ખસવાથી સૂર્ય આપોઆપ પ્રકાશિત થાય, તેમ કર્મ પડેલ જવાથી આત્મામાં રહેલા સ્વાભાવિક જ્ઞાનાદિક. ગુણે આપોઆપ પ્રગટ થાય છે.