________________
આગમત
તે શક નથી. જન્મ કેને? જન્મ એ પિતાની પ્રાર્થનાને, માતાના મને રથને કે છેકરાની ઈચ્છાને? . એટલે કે–શું કોઈ દૂર ઉભેલા સ્વરૂપવાન કરીને જોઈ તેવા છોકરા માટે પ્રાર્થના કરી? કે શું માતાએ કઈ રખડતા છોકરાને જોઈ તેવા છેકરા માટે મને રથ સેવ્યા? શું કોઈ છોકરાએ પણ હું આવી માને પેટે જન્મે તે સારૂં? આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે? આ બધા પ્રતાપ કોને? કોના પ્રભાવને ? ભાગ્યના પ્રતાપને જ જન્મ કહી શકાય.
હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પિતાની સ્થિતિ પિતાપણામાં જ રહે તે માનવ-જન્મની કીંમત આપણને ન જ થાય, જેમ બાદશાહને શાહજાદો સાહ્યબીમાં જન્મે, સાહ્યબીમાં ઉછર્યો અને સાહ્યબીમાં વર્યો, સુખી પાદશાહના શાહજાદાને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ ક્યાંથી આવે? જગતની સમગ્ર દષ્ટિએ જે જોવામાં આવે–વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. બાદશાહના શાહજાદાનું દૃષ્ટાંત
એક બાદશાહને શાહજાદો ખૂબ ખૂબ લાડમાં ઉછરેલ હતે. તે રેજ બપોરે નાસ્તામાં ઘીમાં તળેલા મેંદાને સુંદર-વાદિષ્ટ ખાજાં વાપરે, ક્યારેક ઝરૂખામાં બેસતે અને રસ્તા પરના ભિખારીઓને ઘેર-ઘેર “દેજો મા-બાપ' કરી દેટલાના ટુકડા માટે ટળવળતા જોઈ અને દાણાપીઠમાં વેરાયેલ અનાજના દાણા વીણતા કેટલાક ભિખારીઓને જોઈ બેલી ઉઠતો કે
“આ લેકે આમ શા માટે ઘેર-ઘેર રખડે છે? દાણુ વીણવા શા માટે પડાપડી કરે છે? આ લેકે ખાજ કેમ ખાઈ લેતા નથી? નાહક ધમાલ શા માટે?”
આ સવાલના જવાબમાં હજુરીયા તે શાહજાદાને ખાજાની વાસ્તવિકતાને ખ્યાલ શી રીતે આપે?