________________
પુસ્તક ત્રીજુ
૧૭
મનુષ્ય પોતાની સ્થિતિમાં રહી અન્ય જીવે તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરે તેા તેને અન્યની મુશ્કેલીના ખ્યાલ જ કયાંથી આવે ? માટે જ જગતની દ્રષ્ટિએ દરેક વસ્તુના ખ્યાલ કરવા જાઇએ, અને એમ બને તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય.
ધમ એ મહાન કીંમતી ચીજ :
પરંતુ એ મનુષ્યપણું મળ્યું કેાના પ્રતાપે ? શુ આપણે આપણી ઇચ્છાપૂર્વક તેને મેળવ્યું છે ? આપણને મળ્યું અને બીજાને કેમ નથી મળ્યું ? એને જવાબ એ જ હાઇ શકે કે આપણને મનુષ્યપણુ મળ્યું તે આપણા જ પુણ્યના પ્રતાપે.
આ ક્ષેત્ર, ઉત્તમકુળ, ઉત્તમ જાતિ, પ'ચે'દ્રિયપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ ગુરૂ ધર્મોના ચેાગ-આ બધુ શાને આભારી ? કહેવુ' જ પડશે કે ધર્મને. ત્યારે હવે એ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધમ અનેક ગણા કી'મતી છે ! એક ચીજથી અનેક સુખી થાય ત્યારે તે ચીજ કીમતીમાં કીમતી ગણી શકાય. હવે ધમ જ્યારે કીમતીમાં કીમતી છે ત્યારે તેની જ પાછંળ નકલીને દરાડા હાય જ, જે માલના ઘણા ગ્રાહક હાય તેની નકલાના દરોડા ફાટયા સિવાય રહે પણ નિ નહિ.
ધર્મ આ લાક તેમ જ પરલેાકનું સુખ આપે છે. ધમ જેમ મેાક્ષકલને આપનાર બને છે, તેમ દુનિયાદારીની ચીજો-ક'ચન-કામિની, કુટુ'બ-કબીલા અને કાયાને પણ આપનાર અને છે. દુનિયાની સ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળા હાય છે. આવા ધર્મની પાછળ નકલીઓના દરોડા હાય એમાં નવાઈ જેવું કાંઇ નથી. સાચા ચેાસી અનેા :
પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવુ પડશે. દુનિયાદારીમાં રહેલા શાક પણુ તપાસીને લે છે, છતાં ખરાબ નીકળે તેા તેને દિવસ બગડે છે. તેવી જ રીતે