________________
પુસ્તક ત્રીજુ
આ ઉપર જણાવેલા મતભેદનું નિરાકરણ કરવા માટે અને આત્માના વિશેષ કલ્યાણ માટે નવપદની અત્યંત આવશ્યક્તા થાય છે, કેમકે અરિહંત અને સિદ્ધ એ રૂપી બે પદોમાં વર્તતા જીવે જ દેવરૂપે ગણાય. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વર્તતા જ જીવે ગુરૂ તરીકે જ ગણી શકાય. અને સમ્યગૂદશન, જ્ઞાન, ચારિત્ર અને તપની આચરણાને જ ધર્મ તરીકે ગણી શકાય. અને એમ થાય તે જ સાચા દેવ, સાચા ગુરૂ અને સાચે ધર્મ માનવાને માટે આપણે ભાગ્યશાળી થઈએ.
ઉપરની હકીકત ધ્યાનમાં લેવાવાળે મનુષ્ય સહેજે સમજી શકશે કે નવપદને ધ્યાનમાં લીધા સિવાય જૈનધર્મને અનુસરતી દેવાદિ તત્વત્રયીને કેઈપણ માની શકે નહિં, અને અહંદાદિમાં બેને દેવ, ત્રણને ગુરૂ અને ચારને ધર્મ તરીકે માને તે જ તે સુદેવને સુદેવ તરીકે, સુગુરૂને સુગુરૂ તરીકે અને સુધર્મને સુધર્મ તરીકે માનનારે કહી શકાય.
પરંતુ જેઓ અરિહંત અને સિદ્ધપદમાં નહિં રહેલાને દેવ તરીકે માનતા હોય, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુપદમાં નહિં રહેલાને ગુરૂ તરીકે માનતા હોય તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને સભ્યતાપ સિવાયના ધર્મને ધર્મ તરીકે માનતા હોય તે તે મનુ કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે માને છે એમ કહી શકાય.
એટલે એ વાત સ્પષ્ટ થઈ કે સમ્યફત્વની નીસરણીમાં ચટેલે મનુષ્ય સામાન્ય દેવ, ગુરૂ અને ધર્મ તત્વને નામથી માનવામાં જ રહે-એમ બને નહિં, પરંતુ તે તે નવપદના ત્રણ વિભાગ કરીને તેમાંના બે વિભાગને દેવ તરીકે, ત્રણ વિભાગને ગુરૂ તરીકે અને છેવટના ચાર વિભાગને ધર્મ તરીકે માનવા તૈયાર થાય.
આ રીતે દેવાદિ તત્વત્રયી અને નવપદીની ઉપયોગિતાનું