________________
ના
-કમ
નું કામ કામ.
*
,
**,*
* નકારક
આગમત છે, છતાં પણ તેઓ તે કુદેવ, કુગુરૂ અને કુધર્મને કુદેવ, કુગુરૂ અને કુધર્મ તરીકે તે માનતા નથી જ, પરંતુ તેઓ તેને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે જ માને છે, અર્થાત્ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વની માન્યતા તે દરેક આસ્તિકમાં પ્રવર્તેલી છે, અને તેથી જૈનજનતા દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણને તત્ત્વ તરીકે માની તત્વત્રયીની માન્યતામાં દઢ થાય, એમાં કઈપણ જાતનું આશ્ચર્ય નથી.
આસ્તિક વર્ગ, હિન્દવર્ગ અગર જૈનવર્ગ તરીકે દેવ, ગુરૂ અને ધર્મની માન્યતા થાય અને તેથી જૈન જનતાને વર્ગ તત્વત્રયીને માનનાર બને તેમાં આશ્ચર્ય નથી, પરંતુ ભદ્રિકછે પાપના ભેદોને ન સમજવાથી પાપના હિંસાદિક કાર્યો કરવાવાળા થયા છતાં હું પાપને કરતે નથી એવી માન્યતા ધરાવે છે, અને આ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ પણ સામાયિક પ્રતિજ્ઞા અને મહાવ્રતપ્રતિજ્ઞા જુદી રાખી હોય તે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી.
ચાલુ પ્રકરણમાં પણ દરેક આસ્તિક દેવને માનવામાં આનાકાની ન કરે, ગુરૂની સેવામાં આનાકાની ન કરે, ધર્મ એ આચરવા લાયક છે એમ માનવામાં વિરૂદ્ધ મત ન ધરાવે, પરંતુ દેવશબ્દ કોને લાગુ કરે? ગુરૂ શબ્દ કેને લાગુ કરે? અને ધર્મ શબ્દ કેને લાગુ કર? અને તેની માન્યતા, સેવા અને આરાધના કેવી રીતે કરવી ? તેમાં ઘણે જ તીવ્ર મતભેદ જણાય છે.
આપણે અહિં જોઈ શકીએ છીએ કે જગતમાં પ્રવર્તતા મતેમાં દેવવિશેષના નિર્દેશમાં જ પહેલે મતભેદ પડે છે અને તે દેવવિશેષને મતભેદને અનુસરીને ગુરૂવિશેષમાં અને ધર્મ વિશેષમાં મતભેદ પડે છે, અને તેથી જુદા-જુદા મતે પ્રચલિત થયા છે અને થાય છે, એટલે કહેવું જોઈએ કે દેવ, ગુરૂ અને ધર્મરૂપી તત્વત્રયીને અંગે કેઈપણ આસ્તિક, હિન્દુ કે જૈનમાં મતભેદ નથી, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મના નામે કેને કેને ઓળખવા? એમાં જ મતભેદ પડ છે અને પડે છે.