Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 104
________________ આગમત પૃથકકરણ કર્યા પછી વશ સ્થાનકને આરાધનામાં શો સંબંધ છે? તે વિચારવાની આવશ્યક્તા ઓછી નથી. વાચકવર્ગે ધ્યાનમાં રાખવું કે શાસ્ત્રકારોએ મેક્ષ પામનારા જીમાં ત્રણ વર્ગ પાડેલા છે. એક તીર્થકરનો વર્ગ, બીજો ગણધરને વર્ગ અને ત્રીજે તે તીર્થકર અને ગણધર સિવાયને સર્વ મેક્ષે જવાવાળ વગર આ ઉપર જણાવેલા ત્રણ વર્ગો કેવળ તે ક્ષે જવાના ભાવમાં જ કરાતી ક્રિયાની ભિન્નતાને લીધે જુદા પડે તેમ નથી, પરંતુ તે ત્રણે વર્ગો મુખ્યતાએ તે મોક્ષ પામવાના ભવની પહેલાંના ભામાં કરાતી ભાવના અને પ્રવૃત્તિની ભિન્નતાને આધારે જ જુદા પડે છે. તેમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને અંગે જેમ શાસ્ત્રકારે મૂલ સૂત્ર નિયુકિત અને ભાષ્ય વિગેરેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે જીવ તીર્થકર થઈ શકે કે જે જીવે તીર્થકરપણાના ભાવથી પાછળના ત્રીજા ભવે બે કાર્યો જરૂર કર્યા હોય. એક તે પાછળના ત્રીજા ભવમાં અરિહંતાદિક વિશ સ્થાનકોમાંના એક, બે અગર સર્વ સ્થાનકે આરાધેલા હોવા જોઈએ, અને બીજું કાર્ય પિતાનું સંસારચક ત્રણ ભવેથી અધિકનું જેટલું હોય તે બધું તે ત્રીજા ભવમાં શેષ થાય તેમ કાપી નાખવું જોઈએ, અર્થાત્ તીર્થંકરપણે આવવાવાળા જ તીર્થકરના ભાવથી પાછળના ત્રીજા ભવે ત્રણ ભવથી અધિકના સંસારને કાપી નાખનાર હોય, એટલે તીર્થકરના જીવને ત્રણ ભવથી અધિક સંસારમાં રહેવાનું હોય જ નહિં. અહિં સમજવું જોઈએ કે તે પાછળના ત્રીજા ભવ પછી સાગરોપમે સુધી પણ તીર્થકરના સંસારમાં રાખનારા કર્મોના લીધે રહે છતાં તે તીર્થકરને જીવ પિતાના આત્મામાં તેવી ગ્યતા દાખલ કરે કે જેથી તે સાગરોપમ સુધીના કાળની સ્થિતિવાળા કર્મની હયાતીમાં પણ કેઈપણ પ્રકારે ભવની વૃદ્ધિ કરનારા કર્મો બાંધે નહિં. -

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172