________________
પુસ્તક ત્રીજુ ભૂતના પરિણામ એ જ ચેતના છે એમ માનનારા તગીર–તછરી વાઢી છે, તે અને કેવલ પંચભૂતવાદી એ બન્નેને નાસ્તિક ગણવામાં આવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પાંચભૂતથી ભિન્નપણે કે અભિન્નપણે જીવ એટલે ચેતનાવાળા પદાર્થને નાસ્તિક પણ માનતા હોવાથી શાસ્ત્રકારોએ જીવને ન માને તેને નાસ્તિક કહે, એવું નાસ્તિકનું લક્ષણ ન રાખતાં પરલોકાદિને ન માને તેને નાસ્તિક કહે એમ સ્પષ્ટપણે નાસ્તિકનું લક્ષણ રાખ્યું છે. અને તે જણાવતાં વ્યાકરણ વિગેરે શાસ્ત્રકારોએ પણ પરભવ વિગેરેના અપલાપ કરનારને જ નાસ્તિક તરીકે ગણ્યા છે. અને તેથી નાસ્તિકનું પતાવાવ રોડવે એ વાક્ય તેના મુખ્ય સિદ્ધાંતને સ્પષ્ટ કરનારું હેઈ અન્ય-જીવનના અભાવને જણાવી પિતાની નાસ્તિકતા જણાવે છે.
જ્યાં સુધી ભરતખંડમાં (હિન્દુસ્તાનમાં) પાશ્ચાત્ય-હવાને વિશેષ ' પ્રચાર તે ત્યાં સુધી માત્ર પરલોકને નહિં માનનારા જ -નાસ્તિક ગણાતા હતા. પરંતુ યવન, ક્રિશ્ચિયન વિગેરે પાશ્ચાત્ય લોકોના સંસર્ગમાં જ્યારે ભરતક્ષેત્રના લેકે આવ્યા, ત્યારે તે ભરત ક્ષેત્રના લેકોને એક નવે શબ્દ પિતાના વિશેષ આસ્તિક વર્ગને જણાવવા માટે પ્રચલિત કરે પડે. તે શબ્દ બીજે કઈ જ નહિ પરંતુ “હિન્દુ” શબ્દ છે.
આ હિંદુ શબ્દની ટીકાકારેએ સ્પષ્ટપણે વ્યાખ્યા કરી જણાવેલું છે કે એક ભવથી બીજે ભવ, બીજે ભવથી ત્રીજે ભવ, એમ જે ઘણું ભવાંતરે કરતે ફરે તે જ આત્મા હિંદુ કહેવાય. અને તેવા અનેક ભવવાળા આત્માઓને માન નારાઓનું જે સ્થાન તે હિન્દુસ્થાન એમ નક્કી કરવામાં આવ્યું.