________________
૪૦
આગમત - આ ત્રણે ક્ષેત્રે (ચૈત્ય, મૂતિ અને જ્ઞાન) માં નવીન ઉત્પત્તિ જૂનાની સંભાળ કે જીર્ણને ઉદ્ધાર કરાય તે એગ્ય ગણાય છે.
તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ, સાધ્વી, નવી દીક્ષાઓ દીક્ષિતેને અશન પાન, ખાદિમ વસ્ત્રપાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય. તે સર્વ સાધુ સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયે સમજે.
તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર કરવા. અને અન્ય લોકો પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનને વ્યય થાય તે શ્રાવક-શ્રાવિક્રા ક્ષેત્રમાં ધનને વ્યય ગણ.
સાધ્વી અને શ્રાવિકા, અનુક્રમે સર્વ વિરતિ અને દેશ વિરતિવાળી છતાં પણ સ્ત્રીપણના કેટલાક સ્વાભાવિક દોષને લીધે તેને તે અવગુણ તરફ દષ્ટિ જાય અને તેના સર્વવિરતિ–દેશવિરતિ ગુણે તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે.
ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા માટે ઉપદેશ દે એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે, યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભેગે કોઈને પિષવાને ઉપદેશ અપાય તે તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ, પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, એક ધર્મની પ્રધાનતાએ અપાતે ઉપદેશ નયમાર્ગને ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે. તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય.
જૈનશાસ્ત્રમાં અખિલ કર્યો ભવ્યજીવોએ પિતાની ઈચ્છાથી જ કરવાનાં છે. માટે જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણુને પાઠ રાખી ઈચ્છાકાર નામની સામાચારી સૂચવી મુખ્યતાએ બળાત્કારને રથાન નથી એમ જણાવેલું છે, તે પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા ન હોય તે સ્વાભાવિક જ છે.