________________
આગમત કટુઆદિને માટે કરાતી હિંસા કે જે અનુબંધ હિંસા છે, તેમાં દયા પરિણમી નથી, અને ભાવહિંસામાં રાચાર્માસ્યા રહેવાય છે. તેવા ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજામાં સ્થાવરજીવની દયાની જે વાત કરે તે કેવલ હેંગરૂપ ગણાય.
ખરી રીતે તે જેઓને સ્થાવર-જીવની દયા પરિણમી હોય અને વિષય-કષાય કે ગૃહ-કુટુંબને માટે હિંસા છેડી દીધી હોય અગર ન કરતા હોય તેઓ કદાચ દ્રવ્યહિંસાને અંગે પૂજા ન કરે, તે પણ ચાલી શકે અને તે સાચી માન્યતાવાળે ગણાય, પરંતુ જે વિષય-કષાય અને ગૃહ-કુટુંબને માટે અઢારે પાપસ્થાનકે સેવવાની છૂટ રાખે અને ભગવાન્ જિનેશ્વર-મહારાજની પૂજા વગેરે અંગે હિંસા ગણું પાપબુદ્ધિ આગળ કરે તેવાઓને ભગવાન હરિભદ્રસૂરિજીષોડશક અને પંચાશકછ વિગેરેમાં અભિનિવેશમિથ્યાત્વની સ્થિતિમાં જ મૂકે છે. તે વાંચોએ બરાબર ધ્યાન રાખવું. પ્રભુપૂજાની વ્યાપકતા કેટલી બધી?
વળી વાંચકોએ સમજવું જરૂરી છે કે નારદ મિથ્યાત્વી હોવાથી તેને આદર નહિ કરનાર એવી પરમશ્રાવિકા જે દ્રૌપદી તેને ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનું પૂજન ઘણા ઠાઠથી કરેલું છે કે જેને લીધે તેની પૂજામાં સૂર્યાભદેવની પૂજાની ભલામણ મૂલ સૂત્રકારો કરે છે.
વળી વાંચકોએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વિવાહને માટે સ્વયંવર મંડપમાં જતી એક કન્યા કેટલી બધી વ્યગ્ર હોય? છતાં તેવી વ્યગ્રતાની વખતે પણ ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનું પૂજન છેડતી નથી, એટલું જ નહિ પરંતુ પૂજામાં સંકોચ પણ કરતી નથી, તે પછી તે જગજાહેર–રીતે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજ્યતા કેટલી બધી વ્યાપક અને અને નિત્ય કર્તવ્ય તરીકે ગણાયેલી હોય? તે સહેજે સમજી શકાય તેમ છે.