________________
૧૮
આગમત
પછી દક્ષિણ દિશાના મુખમંડપમાં પશ્ચિમ-દિશાનું બારણું જ્યાં છે, ત્યાં આવે છે, મેરપીંછી લે છે, શાખા અને પ્રતોલીઓ યાવત્ વ્યાલરૂપને પંજણીથી પૂજે છે, મને હર-પાણીની ધારાથી સીંચે છે, સરસ એવા ગશીર્ષ—ચન્દનથી થાપા દે છે, પુષ્પ યાવત્ આભરણનું આરોપણ કરે છે, ઉપર-નીચે છેડા લાગેલા હોય એવી ફૂલમાળાને સમુદાય ટીંગાડે છે, ચારે બાજુ ફૂલ વિખેરે છે, ધૂપ
પછી જે જગ પર દક્ષિણના મુખ-મંડપની ઉત્તર-બાજુની સ્તંભની જે શ્રેણિ છે, ત્યાં આગળ આવીને મેરપીંછી લે છે, યાવત્ સ્તંભ-પુતળીઓ અને વ્યાલરૂપને પૂંજણીથી પૂજે છે, જેમ પશ્ચિમ દિશાના દ્વારે કર્યું, તેવી રીતે યાવત્ ધૂપ દઈને જે જગ પર દક્ષિણદિશાના મુખમંડપનું પૂર્વનું દ્વાર છે, તે જગ પર આવે છે, આવીને મેરપીંછી લઈને શાખા અને પૂતળીઓ વિગેરે સંબંધી હકીકત બધી કહેવી.
પછી જે જગે પર દક્ષિણ દિશાનું પ્રેક્ષાઘર છે, જે જગપર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘને મધ્યભાગ છે, જે જગપર વજીમય અખાડે છે, જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે, મેરપીંછી લઈને અખાડે, મૂલપીઠિકા અને સિંહાસનને પ્રમાજે છે. દેવતાઈ પાણીધારાએ સીંચે છે, સારા ભાવના-ચન્દનથી થાપા દે છે, પછી પુષ્પારોહણ વગેરેથી માંડીને ધૂપદહન સુધીની ક્રિયા કરે છે.
પછી જે જગે પર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘરનું પશ્ચિમનું દ્વારા છે, ઉત્તરનું દ્વાર છે, તેવી રીતે યાવત્ પૂર્વનું દ્વાર છે. યાવત્ દક્ષિણદ્વારે પણ તેમજ સમજવું, પછી જે જગો પર દક્ષિણ દિશાને ચૈત્યસૂપ છે, તે જગ પર આવે છે, આવીને સ્તૂપ અને મણિપીઠિકાને થાપા દે છે, મનેહર-જલધારાથી સીંચે છે, સરસ ગશીર્ષચંદને થાપા દે છે, દઈને પુષ્પારેહણ વિગેરે ધૂપ-દેવા સુધીની ક્રિયાઓ કરે છે, પછી જ્યાં પશ્ચિમ-દિશાની મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ