________________
૩૩
પુસ્તક બીજુ
આ બધી બાબતે-મંતવ્યના નિરાકરણ માટે મોવમિદામાવઠુ ગંવાઃ એ ભાષ્યકારે પ્રતિપાદન કર્યું છે, આ પ્રમાણે ઔપશમિકાદિ ભાવથી યુક્ત તેમ જ સાકાર-અનાકાર ઉપગમાંથી કઈ પણ ઉપગવાળા અને સંસારી તથા મુક્ત એમ બે ભેદવાળા જે હોય તે ભાવજીવ કહેવાય છે.
“સંસારી” એટલે નરકાદિ-ચતુર્ગતિક-સંસારવાળા અને “મુકત' એટલે કર્મના સંબંધથી મુકાએલા એક-સમય સિદ્ધ ઈત્યાદિ અનેક ભેદ-પ્રભેદોવાળા, જે બીજા અધ્યાયમાં કહેવાશે.
આ પ્રમાણે જીવમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓની વ્યાખ્યા કર્યા બાદ અજીવ દિ-પદાર્થોમાં gaay
વ્રત એ વાક્ય દ્વારા ભાષ્યકાર ભલામણ કરે છે, કે જેમ જીવમાં ચારે નિક્ષેપાએ જણાવ્યા, તે પ્રમાણે અછવાદિ-પદાર્થોમાં પણ નામાદિ–નિક્ષેપાઓ વિચારી લેવા. એકલા અજવાદિ–પદાર્થોમાં નહિં, પરંતુ તેના ધર્માસ્તિકાયાદિ ભેદ-પ્રભેદોમાં પણ નામાદિ ચારે નિક્ષેપાઓ જાણવા, જેમ કે-નામ અજીવ, નામ ધર્માસ્તિકાય, ઈત્યાદિ
આ પ્રમાણે ફક્ત અક્ષરને અર્થ સમજી શકાય તેટલા પુરતી અહીં નામાદિ-નિક્ષેપાઓની વ્યાખ્યા કરી,
વસ્તુ, ધર્મપણાની અપેક્ષાઓ એટલે કે નામઘટ બોલવાથી ઘટનું જ્ઞાન થાય છે, પૃથુબુદ્ધાદિ આકારરૂપ સ્થાપના દ્વારા પણ ઘટનું જ્ઞાન થાય છે. કપાલાદિના દર્શનથી દ્રવ્યદ્વાર ઘટતું જ્ઞાન થાય છે, અને ભાવઘટથી તે ઘટજ્ઞાન થાય છે, ઈત્યાદિ વિશેષ સ્વરૂપ અને તેના નિર્ણયમાં થતાં શંકા-સમાધાને વિગેરે શ્રી સન્મતિતર્ક વિગેરે ગ્રંથમાંથી જાણી લેવા.
છતાં સંક્ષેપથી અહીં પણ બતાવવામાં આવે છે.
નામ એ વસ્તુને ધર્મ છે. કારણ કે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે માટે,