________________
૨૭.
પુસ્તક-૧ લું થાય, તે વખતે તે મૂર્સિ–મૂલ ઉત્પત્તિની અપેક્ષાએ તત્કાળ અને પર્ય તે થયેલી આરાધનાની સામગ્રીની અપેક્ષાએ થયેલી વિપરીતતાને ધારણ કરે, તેથી આદર્શ–પુરૂષ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરનારાઓના પરિણામની શ્રેણિ વધે નહિ અગર ટકે પણ નહિં, એટલું જ નહિ, પરંતુ વિપર્યાસ-પરિણામને પામે, તેથી મૂળ અગર સાધન-સામગ્રીની અપેક્ષાએ વિપર્યાસને પામેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ દર્શનીય, વંદનીય કે આરાધ્ય ન રહે તે સ્વાભાવિક છે.
તેથી ભગવાન અભયદેવસૂરિ મહારાજ વિગેરે આચાર્યોએ શિવ, વિષ્ણુ કે દિગંબર આદિએ ગ્રહણ કરાએલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને માનવાનું સમ્યગ્દષ્ટિઓને માટે નિષિદ્ધ તરીકે જણાવેલું છે.
જો કે તે જ શ્રી અભયદેવસૂરિજી મહારાજ આગામ અષ્ટોત્તરીમાં “જિનેશ્વર ભગવાનની પ્રતિમાને અંગે વિધિ અને અવિધિની ઉપેક્ષા કરી જ્યાં જ્યાં જિનબિંબ હેય ત્યાં ત્યાં વંદનીયતા છે એમ જણાવે છે, પરંતુ તે વંદનીયતા માત્ર કેટલીક જુદી જુદી પરંપરાને લીધે ચાલતી પૂજાની વિધિ-અવિધિ સંબંધી-રીતિની અપેક્ષાએ હોય-એમ સમજી શકાય તેમ છે, અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિમાં સ્વરૂપને વિપર્યાસ કરનાર એ આકાર કે સાધન-સામગ્રીનું દુર્લક્ષ્ય કરવા માટે ભગવાન અભયદેવસૂરિજી સૂચવે છે, એમ સ્વને પણ સમજવું નહિં.
આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જે ગચ્છ સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણવાળા કે પ્રવૃત્તિવાળા ન હોય તેવા ગની નિશ્રામાં રહેલાં ચૈત્યેની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિઓ અવંદનીય છે, એમ માનવું જ નહિ.
કારણ કે શાસ્ત્રકાર સિંહમણિરસ ઈત્યાદિ–વચનેથી “કઈ પણ ગચ્છથી પ્રતિબદ્ધ એવાં ચૈત્યને પણ વંદના કરવી એ સમગ્ર સાધુઓને યોગ્ય છે. એમ જણાવે છે.