________________
પુસ્તક બીજું જીવનું, દ્રવ્યજીવનું કે ભાવ જીવનું શેનું નિરૂપણ કરવું? એ જ્યાં સુધી ચક્કસ ન થાય ત્યાંસુધી તેનું નિરૂપણ અને કોના ભેદપ્રભેદોનું નિરૂપણ કરવું ! આ કારણથી નામાદિ-નિક્ષેપાઓ સર્વથી પ્રથમ રાખવામાં આવ્યા છે.
' સૂત્રમાં આપેલ ચાણ: પદને અર્થ નિક્ષેપ કરવે.
હવે આ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ પ્રકારે જે પ્રમાણે હજ્યમાં ઉતરે તે પ્રમાણે બતાવાય છે. તે આ પ્રમાણે
નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ
તેમાં નામ વડે જ જીવ તે નામજીવ, એટલે કે જીવમાં જે ધર્મો હેય તે હેય કે ન હોય તેની અપેક્ષા રાખ્યા સિવાય ચેતનદિવા અચેતન વસ્તુનું જીવ એવું નામ રાખવું તે નામજીવ.
એ પ્રમાણે કેઈપણ જીવના આકારવાળી પ્રતિકૃતિ તે સ્થા પનાજીવ, જીવના ગુણેથી રહિત તે દ્રવ્યજીવ અને છના ગુણથી યુક્ત જે હોય તે ભાવજીવ | આ ચારે પ્રકારના નામાદિ જે તત્વ છે. - કારણ કે ચારે પ્રકારથી અર્થપ્રાપ્તિ તેમ જ અનર્થ પરિહાર રૂપે લાભાલાભની સિદ્ધિ થાય છે. માટે અથવા તે એક સંસારીજીવમાંજ એ ચારે પ્રકારે ઘટાવવા, તેમાં તે સંસારી-જીવમાં જીવ એ જે શબ્દવ્યવહાર કરવામાં આવે તે નામજીવ, હાથ-પગ વિગેરે અવયવોની ગોઠવણરૂપ આકાર વિશેષ તે સ્થાપનાજીવ, વિવક્ષાવડે જ્ઞાનાદિગુણોથી રહિતપણું તે દ્રવ્યજીવ અને જ્ઞાનાદિ ગુણોના પરિણામોથી યુક્તપણું તે ભાવજીવ.
હવે જીવના વિશેષણ તરીકે ગ્રહણ કરવામાં આવેલા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેને અર્થ દેખાડાય છે. ' નામ એટલે સંજ્ઞા, આ શબ્દ વડે આ વસ્તુ કહેવા યોગ્ય છે, એ જે સંકેત તે નામ કહેવાય. ચેતનાવાળું અથવા ચેતના