________________
આગમત કલ્પિત ભેદ-વિયુક્તપણું માનવાનું છે, અર્થાત્ જે જીવ ગુણ-પર્યાયથી રહિત હોય તે તેને દ્રવ્યજીવ કહેવાય. એ ભેદ વાસ્તવિક રીતે ત્રણ-કાળમાં બન્યું નથી, બનતું નથી અને બનવાને પણ નથી, માટે જે “પ્રજ્ઞા સ્થાપિત” એ ભાષ્યકારના વચન પ્રમાણે બુદ્ધિપરિકલ્પિત ભેદ જ માનવાને છે.
આ વસ્તુને અંગે જ હજુ વધુ કહેવામાં આવે છે, ગુણ-પર્યાયથી જે રહિત હોય અને અનાદિ-પરિણામિક ભાવ જે જીવત્વ તેથી સહિત હોય તે જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય, અર્થાત્ જીવમાં છેવત્વ એ અનાદિ પરિણામિક ભાવ છે. ઔદયિકાદિભાવ પણ અનાદિ છે, પરંતુ તેનું ગ્રહણ અનિષ્ટ હોવાથી અનાદિની સાથે પારિણામિકનું ગ્રહણ કર્યું.
પારિણમિકભાવ સાદિ-અનાદિ બંને પ્રકારના છે. ઈંદ્રધનુષ્યાદિમાં સાદિ-પારિણમિક ભાવ છે. તેનું ગ્રહણ પણ ઈષ્ટ ન હોઈ અનાદિ-પરિણામિક એ પ્રમાણે કહીને જીવનું જ ગ્રહણ કર્યું. આ પ્રમાણે જીવમાં જીવત્વ એ અનાદિ-પરિણામિક ભાવ છે, જ્ઞાનસુખાદિ ગુણે અને તિર્યંચ-મનુષ્યાદિ પર્યા છે, તેમાંથી માની લે કે જ્ઞાન-સુખાદિ ગુણ અને તિર્યંચ-મનુષ્યાદિ પર્યાયે કાઢી લેવામાં આવે, અને કેવળ અનાદિ-પરિણામિક ભાવરૂપ જીવત્વ રાખવામાં આવે તે તેવા જીવત્વવાળે જે હોય તે દ્રવ્યજીવ કહેવાય. પરંતુ આવું ત્રણ કાળમાં બનતું નથી માટે આ ભાગે કલ્પવા પુરત સમજાવવા નિમિત્ત જ છે.
વસ્તુતઃ આ કલ્પનાને કેઈ પણ વિષય નથી કારણ કે ગુણ. પર્યાયથી રહિત એવા જીવને-વધ્યા-પુત્રની માફક અસંભવ છે.
વળી ભૂત-પર્યાય, ભવિષ્ય-પર્યાય અને વર્તમાન-પર્યાયની યેગ્યતા જેનામાં હોય તે દ્રવ્ય કહેવાય, એવું દ્રવ્યનું લક્ષણ પણ અહીં ઘટી શકતું નથી.