________________
આગમત
થી વિર
આ વાતને બારીક-દષ્ટિથી જોવાની અને તપાસવાની જરૂર છે, કારણ કે શાસ્ત્રોમાં માત્ર સામાચારી-ભેદને અંગે ગચ્છને ભેદ ગણવામાં આવે છે, પરંતુ એક પણ વચન સૂત્ર કે આચરણથી વિરુદ્ધ બોલનાર કે તેવી રીતે વર્તનારને ગચ્છ તરીકે જણાવેલ નથી. પરંતુ નિદ્ભવ અને કુશીલીયા તરીકે જ ગણવા એવું શ્રી આવશ્યકવૃત્તિમાં શ્રી મલયગિરિજી અને શ્રી સૂત્રકૃતાંગની ટીકામાં શ્રી શીલાંકાચાર્યજી મહારાજ જણાવે છે.
નહં અને કશી ગચ્છ તરીકે
એટલે સૂત્રથી વિરૂદ્ધ પ્રરૂપણ કરનારા અને આચરણ ઉડાવનારાએને સુવિહિત-મુનિ તરીકે માનવાની શાસ્ત્રકારે સ્પષ્ટ ના પાડે છે. આ અપેક્ષાએ જેમ શિવ અને દિગંબરાદિએએ ગ્રહણ કરેલા જિનચૈત્ય અને પ્રતિમાએ શાસનની શુદ્ધ-શ્રદ્ધાવાળાને માન્ય રહે નહિ, તેવી રીતે સૂત્રવિરુદ્ધ બોલનારા અને વર્તનારા એવા જે જે ગછ વર્તમાનમાં હોય તેઓની કરાયેલી કે ભરાયેલી પ્રતિમા વંદનાલાયક બની શકે નહિ, પરંતુ દુઃષમા કાલની દુષ્ટતાને પ્રભાવે સાચા માર્ગને ખપ કરનારા ઘણા જ અલ્પ હોય અને તેવા વખતે કુવૃષ્ટિ ન્યાયથી સન્મા–ગામીઓને પણ ઈતિ-રીતિથી વર્તવું પડે એ અસંભવિત નથી, તેથી જ પૂર્વાચાર્યોને કુવૃષ્ટિથી મત્ત બનેલાઓને અનુસરવા માટે સૂત્રવિરુદ્ધ વર્તનારા એવા પણ ઈતર ગચ્છની પ્રતિષ્ઠિત મૂત્તિઓને અ-માન્ય કરવું ન પાલવ્યું, એટલું જ નહિ, પરંતુ કૃવૃષ્ટિથી મત્ત બનેલાઓની માફક મિથ્યાત્વથી મત્ત બનેલાઓને સંતોષવા ખાતર સન્માર્ગની તીવ્ર ઈચ્છાવાળાઓને પણ દબાવી દેવા પડ્યા.
આ બધી હકીકત ધ્યાનમાં લેનારે મનુષ્ય ભગવાન જિનેશ્વર -મહારાજની પ્રતિમાના વીતરાગત્યાદિ ગુણોને અવિપર્યાસપણે ધ્યાનમાં રાખી ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિનું મેક્ષના ધ્યેયથી આરાધન અને તેમાં જ પોતાના કલ્યાણની શ્રેણિ છે એમ સમજશે.