________________
પુસ્તક બીજુ ઉત્તરોત્તર વધવાની ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે મોક્ષપદ અને તેમાં રહેવાવાળા જ સિવાય જગતના સર્વ પદો અને સર્વ છે માટે કાળની કરવાલ કડો ફટકા મારે છે. આ કાળની કરવાના ફટકામાંથી બીજે કંઈ પણ ઉગરવા માંગે તે ઉગરી શકો નથી, તેવી રીતે આ મહાત્માનું... પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉગરી ગયેલું હેવું સંભવિત નથી.
યાદ રાખવું કે--જીવને પહેલવહેલું મળેલું મહાત્માપણું સદાશિવ રૂપ મોક્ષપદ પામવા સુધી અખંડ રહે, એ સંભવ નથી.
કેમકે આગમ-વચનને વિચારનારા વિચક્ષણ-વિદ્વાનોના વિચારની બહાર એ વાત હોય નહિં કે–મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવથકી મહાત્માપણું આવતું નથી, અને તેમાં પણ ભાવથકી આવેલું મહાત્માપણું કાળકરવાલના ફટકામાં ન ફસાયું હોયતેવું બનતું જ નથી.
તેથી કઈ પણ જૈનશાસ્ત્રકાર મિથ્યાદાષ્ટિને પહેલવહેલું સાયિક સમ્યક્ત્વ હેય એમ માનવાની સાફ ના પાડે છે, અને લાપશમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાયિક ચારિત્ર કે સમ્યકત્વને ભાવ આવી જાય એમ માનવાની પણ ના પાડે છે.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે શાસનરહેવાની ધગશ અગર મહાત્માપણું કદાચ મળી જાય તે પણ બાળ-ફરવાલના ફટકામાંથી સર્વથા તેને બચાવ થવે મુશ્કેલ છે, પરંતુ કાળ–કવાલ અને મહાત્માપણના ઉંડા વિચારમાં ગયેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટ સમજી શકે તેમ છે કે–તે મહાત્માપણાને કાળ કરવાલના રહાય જેટલા ટકા પડે તે પણ તે મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે સદાશિવ એટલે મેક્ષપદરૂપી ફળને મેળવ્યા સિવાય તે રહેતું જ નથી.