________________
પુસ્તક બીજુ
અહિં આશ્રવને અભાવ તેનું નામ સંવર એમ કહેતા નથી, એમ કહેવાથી તે સિદ્ધમાં પણ સંવર આવશે, અને સંવરક્રિયા સિદ્ધમાં માનવાને શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે, તેમ જ આશ્રવનો નિષેધ તેનું નામ સંવર એમ પણ કહેવું નથી, કારણ કે પ્રાણાતિપાતાદિ આશ્રવને એકે દ્વિયાદિમાં શક્તિના અભાવે નિષેધ જ છે, પરંતુ તેટલા માત્રથી તેને સંવર ગણવામાં નહિ આવે, પરંતુ જે આશ્રવને ગુપ્તિ આદિ વડે નિષેધ કરવાને યત્ન થાય તે જ સંવર છે.
આથી એમ સિદ્ધ થયું કે અપ્રમત્તાવસ્થામાં પ્રાણુતિપાતાદિ હોય છતાં પણ સમિતિ-ગુપ્તિની પરિપાલનાને અંગે-સંવર જ છે અને પ્રમત્તાવસ્થામાં પ્રાણુતિપાદિ કેઈ વાર નહિ છતાં ગુતિના અભાવે આશ્રવ જ છે. આ બધી વસ્તુ જણાવવા માટે ટીકાકાર મહારાજાએ ગુરથામિ પદ આપવાનું ઉચિત ધાર્યું છે. - હવે નિજ રા-કમનું વિપાકથી જે ખસવું તેનું નામ નિજ રા. . . .
. - અહિં તપસ્યાથી બારે પ્રકારની તપસ્યા લેવાની છે, અને વિપાકથી જ કર્મનું આત્મપ્રદેશથી ખસવું થાય છે, એમ નહિં, પરંતુ પ્રભુશાસનમાં કહેલા તપસ્યાના બારે પ્રકારના સેવનથી વિપાક સિવાય પણ કર્મ–પ્રદેશોનું આત્મ-પ્રદેશથી ખસવું થાય છે.
હવે મેક્ષ–સંપૂર્ણ કર્મના ક્ષયથી આત્માનું પિતાના આત્મામાં સ્વરૂપમાં રહેવું તેનું નામ મેક્ષ છે. અહીં સર્વ કર્મને ક્ષય થાય તે સમયે જ મેક્ષ, પછીના સમયમાં સર્વકર્મને ક્ષય નથી માટે મેક્ષ પણ નથી, એમ થઈ જશે, જ્યારે પંચમી વિભક્તિને અર્થ અપાદાન કરવામાં આવે તે સર્વકર્મના ક્ષયરૂપ હેતુને વિયેગ થાય તે પણ સદાને માટે મેક્ષપણું ટકી રહેશે. આમનઃ સ્વાવસ્થાન એવું જે કહેવામાં આવ્યું છે, તેમાં એ આશય છે કે દર્શન