________________
આગમત
આ વાત જ્યારે ધ્યાનમાં રાખવામાં આવશે ત્યારે કેઈપણ પ્રકારે સૂત્રથી વિરુદ્ધ તે શું? પરંતુ માત્ર સામાચારીના ભેદથી જુદા પડેલા ગચ્છ અગર સાધુઓની નિશ્રાવાળા ચૈત્યો કે જેને શાહાકારે “નિશ્રાકૃત– કહે છે. તેવા નિશ્રાકૃતચૈત્યમાં પણ શાસ્ત્રકારો વિશેષથી સાધુઓને રહેવાની મનાઈ કરે છે, અને તેવા ચૈત્યોમાં રહેવાથી સાધુ સમુદાયમાં અસ્ત-વ્યસ્ત સ્થિતિ થવાનું જણાવે છે.
અર્થાત્ નિશ્રાકૃત ચૈત્યમાં આવેલા અગર (વ્યાખ્યાન આદિ માટે) રહેલા મહાત્માઓની સ્થિતિને લીધે જ્યારે અન્ય સાધુઓને પણ અહિત થવાનું જણાવવામાં આવે છે, તે પછી જે ચૈત્ય અને મૂર્તિઓ સૂત્રથી વિરુદ્ધ બેલનારની અને સૂત્રથી વિરુદ્ધ વર્તનાર લોકોની પ્રધાનતાવાળા હોય, એટલું જ નહિ પરંતુ સૂત્રથી વિરુદ્ધ બોલીને અને સૂત્રથી વિરુદ્ધ વર્તીને ચલાવેલા અવ્યક્ત મતે કે જેને અજાણ લોક ગઠ્ઠાંતરના નામે ભલે બોલતા હોય, પરંતુ શાસ્ત્રકારે તેઓને અવ્યક્ત જ કહે છે. તેવા પિતાની પ્રતિષ્ઠા માટે તેમજ પોતાના સૂત્રવિરુદ્ધ એવા અવ્યક્તમતના પોષણ માટે જે ચૈત્ય અને મૂર્તિનું ઉત્થાન કરવામાં આવ્યું હોય અને પ્રભાવ પિકારવામાં આવતો હોય તેવા ચૈત્યો અને તેવી મૂર્તિએ કુટુંબ-ગ્રામવાસી અને દેશવાસીઓને સન્માર્ગથી ચુત કરીને ઉન્માર્ગે પ્રવર્તાવનારા અને લાવનારા થાય, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
વાચક મહાશયે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભગવાન હરિભદ્રસૂરિજી અને આચાર્ય મહારાજ આ મલયગિરિજી સૂત્રથી એક પણ જાતની વિરુદ્ધ માન્યતાને ધરાવનાર અગર પ્રરૂપનારને શાસનમાં રહેલા ગણતા નથી, એટલું જ નહિ, પરંતુ તેઓને અન્યમતમાં રહેલા પણ નથી ગણતા, કિંતુ ત્રિશંકુની માફક ગણીને તેઓને અવ્યક્ત તરીકે જ ગણે છે.