________________
પુસ્તક-૧ લું ગૃહત્યની મહત્તા
ગૃહત્યમાં થતા દેવવંદન, સ્તુતિ, પૂજા વિગેરે જે ધાર્મિક ક્રિયાઓ થાય છે. તેને લાભ જે મળતું હોય તે ફક્ત એક જ કુટુંબને મનુષ્યને મળી શકે છે. જે કે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ દરેક જૈન ગૃહસ્થને સૌ સેનૈયા જેટલી મુડી થતાં ઘર દહેરાસર રાખવાની સૂચના સંબધ પ્રકરણમાં કરે છે. અને તે પોતાના કુટુમ્બમાં જૈનત્વપણું વસાવવાની અને ટકાવવાની લાગણીવાળાને માટે જરૂરી છે, એમ દરેક જૈનને લાગે એમાં આશ્ચર્ય નથી. ગૃહચૈત્યના અભાવે થતી સ્થિતિ
વર્તમાન કાલમાં તે અનુભવસિદ્ધ એ હકીકત છે કે- મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં જેઓ હવા વિગેરેની અને રહેઠાણ વિગેરેની સગવડ માટે ગ્રામના ચૈત્યથી દૂર-દૂરના લત્તાઓમાં રહેવાનું કરે છે, યાવત્ પરાઓમાં અને નજીકના ગામમાં રહે છે–તે સર્વને ગ્રામ અને શહેરના ચૈત્યોમાં વાહન આદિક વ્યવહારની પ્રતિકૂળતાને અંગે રેજ તે શું ? પણ પર્વદિવસે પણ જવાની મુશ્કેલી પડે છે અને પિતાના નિવાસસ્થાનમાં ગૃહની હયાતી ઘણા ઓછા જ મહાનુભાવે કરે છે, પરિણામે તે દૂર અને બહાર રહેવાવાળા કુટુંબમાં જૈન ધર્મની છાયા રહેવાને અવકાશ પણ મુશ્કેલીભર્યો બની જાય છે.
આ સ્થિતિ જો ભગવાન હરિભદ્રસૂરિજીના વચનને માન આપીને દરેક સે સેનિયા જેટલી મૂડીવાળે મનુષ્ય પિતાના નિવાસસ્થાનમાં ગૃહચૈત્ય રાખતા હોય તે સહેજે ન આવે એમ કહી શકાય.
આ વસ્તુને જ્યારે ધ્યાનમાં લઈશું ત્યારે સુરત, ખંભાત અને પાટણ સરખા સ્થાનમાં પ્રથમ ગૃહચાની સંખ્યા વધુ પ્રમાણમાં કેમ હતી? તેને આપોઆપ ખુલાસે થઈ જશે, અને વર્તમાનમાં ગૃહચૈત્યોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, તેના