________________
પુસ્તક-૧ લું ગૃહચૈત્યના અંગે જે કંઈપણ સમાગમમાં આવી શકે તે તે માત્ર પિતાને કુટુમ્બી વર્ગ જ આવી શકે અને તેમાંય દરેક કુટુંબમાં ઉત્તમ અને ધર્મપરાયણ મનુષ્ય હેય-તે નિયમ હેતે નથી, અને જે કઈ કુટુમ્બમાં તે ધર્મપરાયણ મનુષ્ય હોય છે, તે પણ તેના ધર્મકૃત્યેની છાયા ઈતર સંસારી કુટુમ્બીઓના અનેક સંબંધની. નેહાદિમય છાયાને લીધે પડી શક્તી નથી.
પરંતુ ગ્રામ–ચમાં જે દર્શન-પૂજનાદિ કરવા માટે જવામાં આવે તે જે જે મહાનુભાવે ધર્મપરાયણ હોઈને પિતાની જીંદગી ધર્મમય-જીવન ગુજારતા હોય તેવા ઘણુ મહાનુભાવોના દર્શન અને સમાગમથી આત્માની ઘણું ઉન્નતિ થવાને પ્રસંગ આવે છે. ઉપમિતિભવ-પ્રપંચમાં પણ સ્પષ્ટપણે જે પ્રેરણું જણાવવામાં આવી છે, તે પણ ગ્રામ–ચૈત્યના દર્શનાદિકને પ્રસંગે જ જણાવવામાં આવી છે,
સામાન્ય રીતે દરેક ક્ષાપશમિક ભાવવાળે આત્મા પ્રમાદની તીખી તરવાર નીચેથી જ પસાર થાય છે, અને તેવા આત્માઓને જે. સજજન-સમાગમ મળે અને સજજનને ઉપદેશ ઢાલ તરીકે બચાવનાર ન મળે તે જ તે આત્માઓ પ્રમાદની તીખી તરવારના ભેગ સહેજે થઈ પડે છે! યાદ રાખવાનું કે અપ્રમાદ રાખવા માટે ભગવાન. મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને પણ જોવા! મા ઘમાયા એમ ઉપદેશ કરે છે. સસમાગમના અભાવે શું થાય?
મૂળ સૂત્રકાર મહારાજા પણ આ વાતને નન્દમણીઆરના. કથનમાં સ્પષ્ટપણે જણાવે છે, નન્દમણીઆરના કથનને જે ઊંડી દષ્ટિએ જોવામાં આવે તે માલમ પડે કે જે મહાનુભાવ એક વખત ઉત્પાળ જેવા પ્રબળ ગમીના કાળમાં પણ લાગલગાટ ત્રણ દિવસ સુધી પૌષધ કરનારે છે, જયેષ્ઠ માસ જેવા ઉત્કૃષ્ટતૃષ્ણ કરવાવાળા મહિનામાં અઠ્ઠમ જેવી તપસ્યા કરનારે છે, અને તે તપસ્યા પણ