________________
આગમત પાંચે સ્થાવરોની હિંસા સંસારમાં ન કરતો હોય તેવા વિમળબુદ્ધિને માટે પૂજામાં પણ એકેન્દ્રિયની વિરાધના વર્જવાનું હોય એ સ્વાભાવિક છે, પરંતુ જે ઓછું મીઠું હોય તે નવું મીઠું લીધા વિના શાક પણ ખાઈ શક્તા નથી, ગૃહકાર્યમાં ડેની ડેલે ઢળીને પ્રયત્ન કરતાં સંકેચાતા નથી, વાયરાના પંખાઓ જગે જગે પર ગોઠવે છે, વીજળીના દીવા કે સામાન્ય દીવા સિવાય જેને મકાન શૂન્ય લાગે છે. અને બગીચા સિવાય જેઓને રહેવાનું કે. ફરવ-હરવાનું ગમતું નથી, એવા છે.
એકેન્દ્રિયની વિરાધનામાં રાત-દિવસ વગર-સંકોચે પ્રવર્તે,
ભગવાન જિનેશ્વર-મહારાજના મંદિરમાં ભક્તિને માટે પ્રગટ કરાતા દીવાઓમાં અગ્નિકાયની દયા ચિંતવે,
ચામરમાં વાયુકાયની દયા ચિંતશે, ધૂપમાં અગ્નિકાયની દયા ચિંતવે, અને
કૂલે ગુંથવા વિગેરેમાં વનસ્પતિ કાયની દયા ચિંતવે, તેઓ કેવલ ઢેગી ગણાય એટલું જ નહિં. પરંતુ શાસ્ત્રકાર મહારાજના ફરમાન મુજબ તે તેઓ કેવલ મિથ્યાત્વમેહનીય આધીન થયા છે. એમ ગણાય,
આટલીવાત પ્રાસંગિક જણાવીને પ્રકૃત વાત ઉપર આવતાં જણાવવું જોઈએ કે-દર્શન કરવાને માટે કોઈ પણ કાળ નિયત હોય નહિ, અને તેથી જ શાસ્ત્રકારોએ પ્રતિકમણુ અને સાધુની પર્યું પાસના-વિશ્રામણ પછી પણ ગ્રામચેત્યે જવાનું જણાવ્યું છે. અને તે હકીક્ત ઉપર જણાવેલા ગ્રામચૈત્યના દર્શનાદિથી થતા જે ફાયદા જણાવ્યા છે, તે ઉપરથી વાસ્તવિક છે એમ લાગ્યા સિવાય રહેશે નહિં.