________________
પુસ્તક ૧-લું દિશાની જિન-પ્રતિમા છે, ત્યાં આવીને પણ બધું કરે છે, પછી જ્યાં ઉત્તર દિશાની જિનપ્રતિમા છે, ત્યાં બધું કરે છે.
પછી પૂર્વ દિશાની મણિપીઠિકા અને જિનપ્રતિમા છે, ત્યાં આવીને બધું કરે છે, પછી જ્યાં દક્ષિણ-દિશાની મણિપીઠિકા અને દક્ષિણ-દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવીને પણ બધું કરે છે.
વળી જ્યાં દક્ષિણ-દિશાનાં ચૈત્યવ્રુક્ષે છે, ત્યાં આવે છે, અને ત્યાં પણ બધું કરે છે.
પછી જ્યાં મહેન્દ્રધ્વજ અને દક્ષિણદિશાની વાવડી છે, ત્યાં આવે છે, મેરપીંછી લે છે, તેરણ, પગથીયાં, પુતળીઓ અને વ્યાલ રૂપને પીંછીથી પ્રમાજે છે, મનેહર–પાણીની ધારાએ સીંચે છે, સારા ગશીર્ષચંદને થાપા દે છે, પુષ્પારેહણ વિગેરે ધૂપ સુધીની ક્રિયાઓ કરે છે.
સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરતે જ્યાં ઉત્તર-દિશાની નંદા, પુષ્કરિણી વાવડી છે, ત્યાં પણ બધી ક્રિયા કરે છે, જ્યાં ઉત્તરદિશાનાં ચૈત્યો છે, ત્યાં આવે છે જ્યાં ઉત્તર-દિશાનાં ચિત્ય સ્તૂપ છે, ત્યાં આવીને પણ તે બધી ક્રિયાઓ કરે છે.
પછી જ્યાં પશ્ચિમ–પીઠિકા છે, જ્યાં પશ્ચિમ-જિનપ્રતિમા છે, ત્યાં આવીને પણ તેમ કરે છે, પછી જ્યાં ઉત્તર-દિશાને પ્રેક્ષાગૃહ મંડપ છે, ત્યાં આવે છે, આવીને જે દક્ષિણ દિશાની હકીક્ત છે. તે બધી અહીં લેવી, દક્ષિણ દિશાની તંભની શ્રેણિ વિગેરે બધું લેવું.
પછી પશ્ચિમ દિશાનું દ્વાર છે, ત્યાં આવે છે, ઉત્તર દિશાના દ્વારમાં દક્ષિણ દિશાના થાંભલાની શ્રેણી આગળ આવે છે. આવીને પૂર્વ મુજબ કરે છે, પછી જ્યાં સિદ્ધાયતનનું ઉત્તર–દિશાનું દ્વાર છે, ત્યાં પણ તેમજ કરે છે, પછી જ્યાં પૂર્વ-દિશાને મુખમંડપ છે. અને જ્યાં તેને મધ્યભાગ છે, ત્યાં પણ તેમ કરે છે,
એવી રીતે સ્તૂપ, જિનપ્રતિમા–ચૈત્યવૃક્ષ મહેન્દ્રવજ અને નદાપુષ્કરિણીની તે જ હકીકત લેવી, યાવત્ ધૂપ દઈને જ્યાં સુધર્મ.