________________
માગમયાત
આ વાત સમજવાથી શાસ્ત્રકારોએ જે જણાવ્યું છે કે મતિ અને શ્રતનું સમ્યફમતિજ્ઞાનપણું અને સમ્યફથતજ્ઞાનપણું સ્વભાવે નથી, પરંતુ સમ્યગદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. તથા મતિ અને શ્રુતનું મિથ્યાપણું પણ સ્વભાવે નથી, પરંતુ મિથ્યાદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે અને આ વાત માનવાવાળાને જ સમ્યકુશ્રદ્ધાન નહિ હોવાને લીધે સ્યાત પદ જોડવાનું જેમ ન બને તેમ અનભિગ્રહિકમિથ્યાત્વ હોવાને લીધે એકાન્ત શબ્દ જોડવાનું ન પણ બને તે પણ તે અજ્ઞાન નથી, એમ કહી શકાય નહિ.
તત્વથી એકાન્ત પદ જોડે કે ન જોડે, પરંતુ સ્યાપદ જેડયા વગર જે કૃતને સમજે તે તે સર્વશ્રત (લૌકિક કે લકત્તરપ્શત) મિથ્યાત્વવાળાને મિથ્યાશ્રત જ છે અને જ્યારે તેને સ્થાપદની મયદાથી સમજવામાં આવે ત્યારે જ તેને સમ્યગજ્ઞાન કહી શકાય.
જેવી રીતે મતિ અને શ્રતને અંગે સમ્યગુ અને મિથ્યાપણને વિચાર કરવામાં આવે, તેવી જ રીતે અવધિજ્ઞાન જેવા અતીન્દ્રિય-જ્ઞાનને અંગે પણ સમ્યક્ત્વ અને મિથ્યાત્વદ્વારા જ્ઞાન અને અજ્ઞાનપણું થાય છે, પરંતુ મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાનેને અંગે સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એવા પેટભેદ થઈ શકતા નથી. કારણ કે જેમ દશ-પૂર્વથી અધિકનું શ્રુતજ્ઞાન તેઓ જ ગ્રહણ કરે કે જેઓ સમ્યગદર્શનવાળા જ હોય. અર્થાત મિથ્યાદર્શનવાળાને સંપૂર્ણ દશ-પૂર્વથી ચૌદ-પૂર્વ સુધીનું જ્ઞાન હેઈ શકે જ નહિં, અને તેથી તે સંપૂર્ણ દશ-પૂર્વથી ચૌદ-પૂર્વ સુધીનું જ્ઞાન એકાંતે જેવી રીતે સમ્યજ્ઞાન જ હોય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાને પણ સમ્યગ્દર્શન ન હોય તેવા જીને હેય જ નહિ, તેથી તેમાં મિથ્યાજ્ઞાનને પિટાભેદ આવી શક્ત નથી, પરંતુ તે જ્ઞાન સમ્યગ્દર્શનવાળાને જ હોય છે, એટલું જ નહિ પરંતુ સમ્યગદર્શન પછી પણ ઘણી ઉંચી શ્રેણિએ ચઢેલાને જ હેય છે, માટે તે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાન એકાન્ત સમ્યગૂજ્ઞાનરૂપ હોય છે.