________________
વીર વિ. સં. | વિસામો
૨૪૯૪ जुग्गो धम्मस्स વિ, સં. ૨૦૨૪
રિધમ મણિશો આગમો, સં. ૧૮
વર્ષ ૩ પુસ્તક
માહ
ધર્મઆરાધનાની સફળતા માટે
૨૧ ગુણેની આવશ્યકતાનું રહસ્ય
રખડપીને અંત શી રીતે આવે?
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના પરમેપકાર માટે ધર્મ રત્નપ્રકરણ નામ શુભ ગ્રંથમાં જણાવે છે કે :
આ જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, ભટક્યા કરે છે, પરંતુ તેની આ રખડપટ્ટને અંત આવ્યો નથી. પણ ખરી વાત એ છે કે એ રખડપટ્ટીને અંત લાવ આપણને ગમે છે? જો તેને અંત લાવવાને ગમતું હોય તે અંત લાવવાના ઉપાયરૂપ ધર્માચરણ પર પ્રીતિ થયા વિના ન રહે !
ભાગ્યવાન ! અહીં તમે કદાચ એવી શંકા કરશે કે –
“આપણે આ જન્મ-ચાલુ ભવની વાતને પણ બરાબર યાદ રાખી શકતા નથી! અને ગયા જન્મમાં આપણે શા શા ખો