________________
પ્રસ્તાવના
આખું મેદાન ચિકાર ભરાઈ ગયું હતું. તે સમયે તને શરીર ઉપર ખંજવાળ આવી તેથી તે ભાગ ઉપર ખણવા માટે તે તારો એક પગ ઊંચો કર્યો. બરાબર તે જ સમયે સંડાસને લીધે બીજા બળવાન પ્રાણીઓથી હડસેલાતો એક સલો આવીને તારા પગ જેટલી ખાલી પડેલી જગ્યામાં ભરાઈ ગયો. શરીરને ખણુને તું જેવો તારો પગ નીચે મૂકવા જાય છે ત્યાં તો તે સસલાને જોયો. કરૂણાથી, દયાથી, સસલા ઉપર અનુકંપાથી પગને નીચે ન મૂકતાં તે અદ્ધર ને અદ્ધર જ રાખ્યો. દયાના પરિણામથી તે સંસારને અલ્પ કર્યો. મનુષ્ય આયુષ્ય બાંધ્યું.
અઢી દિવસે દાવાનલ શાંત થયો. બધાં પ્રાણીઓ ચાલ્યાં ગયાં. એટલે તે પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો. પણ પગ અત્યંત ઝલાઈ જવાને કારણે તે પગ નીચે મૂકવા જતાં જમીન ઉપર જ પટકાયો. ત્રણ રાતદિવસ ભયંકર વેદનાને સહન કરીને એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને જીવદયાથી બાંધેલા પુણ્યના પ્રભાવે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાને ત્યાં ધારિણી રાણીની કક્ષમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. જન્મ થયા પછી યુવાન અવસ્થામાં આવ્યા પછી તે મારા પાસે દીક્ષા લીધી.
તો મેઘકુમાર! જ્યારે વિશિષ્ટ સમજણ નહોતી ત્યારે પણ જીવદયાથી તે તિર્યંચ અવસ્થામાં કષ્ટ સહન કર્યું, તો હવે ઉત્તમ કુલમાં જન્મ લીધા પછી, વિશિષ્ટ સમજણ પ્રાપ્ત થયા પછી, પ્રત્રજ્યા ગ્રહણ કર્યા પછી, રાત્રિના સમયે પવિત્ર સાધુઓના હાથ-પગ આદિના સ્પર્શથી કે સંથારામાં આવતી ધૂળથી વ્યાકુલ કેમ થઈ જાય છે? પ્રેમથી કેમ સહન કરતો નથી ?
પ્રભુનાં આ વચનોને સાંભળીને મેઘકુમારને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. મેધકુમારને અત્યંત હર્ષ થયો. તીવ્ર વૈરાગ્ય પ્રગટ થયો. મેવકુમાર સંયમમાં અત્યંત સ્થિર થઈ ગયા અને પ્રભુને કહ્યું કે વ્યાજથી માંડીને મારી બે ચક્ષુઓ સિવાય બાકીનું બધું શરીર શ્રમણોની સેવામાં અર્પણ કરી દઉં છું
પછી મેઘકુમારે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી. છેવટે રાજગૃહ પાસે વિપુલાચલ પર્વત ઉપર જઈ એક માસનું અણુસણું કરી, કાળ કરીને વિજય નામન. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ સુધી દેવલોકનાં સુખો અનુભવીને ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મેઘકુમાર ભોક્ષમાં જશે. નિર્વાણને પ્રાપ્ત કરશે.
આ રીતે અનુકંપાના પ્રભાવથી, પશુ પણ ઉત્તરોત્તર વિકાસ સાધતાં સાધતાં પરમાત્મપદ સુધી કેવી રીતે પહોંચે છે એ પ્રથમ અધ્યયનમાં બતાવ્યું છે.
૨. લા. આ બીજા અધ્યયનનું નામ છે. બંનેને એક સાથે બાંધવામાં આવ્યા, આ તેનો ભાવાર્થ છે. આની સાથે સંકળાયેલી કથા નીચે મુજબ છે –
રાજગૃહ નગરની બહાર ગુણશિલ નામનું ચૈત્ય હતું. તેની નજીકમાં જ એક મોટું અતિગહન ઉદ્યાન હતું. આ નગરમાં ધન નામના એક ધનાઢ્ય સાર્થવાહ વસતા હતા, તેમને ભદ્રા નામે સુંદર પત્ની હતી. પરંતુ તેને પરણ્યા પછી ઘણાં વષી ગયા પછી પણ કંઈ સંતાન થયું ન હતું. એમને ત્યાં નાના છોકરાને રમાડવામાં કુશળ એવો પંથક નામનો નોકર હતો. ધન સાર્થવાહ નગરમાં ઘણું ઘણાને માન્ય અને સલાહ લેવા લાયક એવા અગ્રેસર હતા. આ જ રાજગૃહ નગરમાં વિજ્ય નામે અત્યંત ભયંકર ચોર હતો. સદા ય ચોરી કરવાને લાગ જ જોયા કરનાર આ ચોર નગરની અંદર તથા બહાર પણ ભિન્ન ભિન્ન સ્થાનોમાં ફર્યા કરતો હતો.
એક વાર ભદ્રા શેઠાણીને વિચાર આવે છે કે “મને હજુ સુધી કંઈ સંતાન થયું નથી માટે હું અત્યંત અધન્ય (નિભંગી) છું. જે ધન સાર્થવાહ મને મંજુરી આપે તો રાજગૃહ નગરની બહાર ભિન્ન ભિન્ન દેવોનાં મંદિરો છે ત્યાં જઈ પૂજા કરી પુત્ર માટે અથવા પુત્રી માટે બાધા-માનતા રાખું.ધના સાર્થવાહને વાત કરી. ધન સાર્થવાહ સંમતિ આપી એટલે ભદ્રા શેઠાણીએ ઘણું જ ભક્તિભાવથી
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org