________________
પ્રસ્તાવના
મલિલકુમારી જ સમજીને મલ્લિકુમારીના રૂપ ઉપર અત્યંત મુગ્ધ થઈ ગયા. તે સમયે બરાબર મલ્લિકુમારીએ પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણું ખસેડ્યું એટલે તેમાંથી અત્યંત ભયંકર દુર્ગધ આવવા લાગી. બધા રાજાઓ વમથી પોતાનું મુખ ઢાંકી દઈને અવળું હોં કરીને ઊભા રહ્યા. ભગવતી મલ્લિકુમારી છ રાજાઓને કહે છે કે આ શરીરમાં તો આના કરતાં પણ અત્યંત વધારે દુર્ગધ ભરેલી છે, તો આ શરીરના ભાગો ઉપર કેમ રાગી અને આસક્ત થયા છો ? પૂર્વજન્મમાં આપણે બધા બાલમિત્રો હતા, સાથે દીક્ષા લીધી હતી અને ત્યાંથી કાળ કરીને જયંત વિમાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી આપણે અહીં ઉત્પન્ન થયા છીએ. આ સાંભળીને છ એ રાજાઓને જાતિસમરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને મલ્લિકુમારી પાસે આવ્યા. ત્યારે મલ્લિકુમારી એ કહ્યું કે “હું તો સંસારથી વિરક્ત છું અને દીક્ષા લેવાની છું. એટલે બીજા છ રાજાઓએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.
હવે લોકાંતિક દેવો ભગવતી મલ્લિકુમારીને જગતના કલ્યાણને માટે દીક્ષા લેવાની વિનંતિ કરે છે, પ્રભુ સાંવત્સરિક દાન (વર્ષીદાન) આપે છે. ઇંદ્રાદિક દેવો તથા પ્રભુના પિતા કુંભરાજા દીક્ષાનો ભવ્ય મહોત્સવ કરે છે. પછી પ્રભુ ભગવતી મલિકુમારી ત્રણસો પુરૂષ તથા ત્રણસો સ્ત્રીઓ સાથે માગશર સુદિ એકાદશીને દિવસે દીક્ષા લે છે. જે દિવસે પ્રભુ દીક્ષા લે છે તે જ દિવસે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વજન્મમાં જે છ બાલમિત્રો હતા તે જિતશત્રુ વગેરે રાજાઓએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. છેવટે પ્રભુ સમેતશૈલ પર્વત ઉપર પાંચસો સાધુઓ સાથે એક મહિનાનું અણુસણું કરીને મોક્ષમાં પધાર્યા.
આ આઠમા અધ્યયનમાં જિતશત્રુ આદિ છ રાજાઓને મલ્લિકુમારી ઉપર અનુરાગ ઉત્પન્ન થયો તે પ્રસંગમાં આવતી અવાંતરકથાઓ ખૂબ જ ખૂબ રોચક છે.
મૂળ સૂત્ર ગ્રંથમાં આ અધ્યયનનો ઉપનય જણાવ્યો નથી, પરંતુ ટીકામાં ઉદધૃત કરેલી ગાથાઓમાં જણાવ્યું છે કે “ધર્મની બાબતમાં પણ માયા હિતાવહ નથી, જેમ મલ્લિનાથ ભગવાને મહાબલના ભાવમાં કરેલી માયા સ્ત્રીપણુનું નિમિત્ત બની તેમ માયા અનર્થનું કારણ હોવાથી માયાથી દૂર રહેવું એ હિતાવહ છે.'
૯. માર્ચવી નામના નવમા અધ્યયનમાં માર્કદી નામના સાર્થવાહના બે પુત્રોની વાત છે. ચંપા નગરીમાં માર્કદી નામે ધનવાન સાર્થવાહ હતા. તેને જિનપાલિત અને જિનરક્ષિત નામે બે પુત્ર હતા. આ બંને પુત્રો સમુદ્રપાર જઈને વ્યાપાર કરવાના ખૂબ શોખીન હતા. અગિયાર વાર તો આ રીતે તે સમુદ્રની સફર કરી આવ્યા. બારમી વાર જવા તૈયાર થયા. ત્યારે તેમના પિતાએ અટકાવ્યા અને કહ્યું કે “ઘણું ધન આપણી પાસે છે, બારમી યાત્રા જોખમી થશે. પરંતુ તેમણે માન્યું નહીં, અને ઘણું કરિયાણું ભરીને સમયાત્રાએ નીકયા. સૈો યોજન ગયા પછી એકદમ આકાશમાં ગર્જનાઓ થવા લાગી, પવનનું અતિ ભયંકર તોફાન શરૂ થયું, નૌકા તૂટી, બધું જ ફૂખ્યું. પણ આ બે ભાઈઓના હાથમાં લાકડાનું પાટિયું આવી ગયું, તેથી તે બચી ગયા. અને રત્નદીપ પાસે ઊતર્યા.
આ દ્વીપના મધ્યમાં એક સુંદર મહેલ હતો. તેની ચારે બાજુ મોટાં ચાર વન હતાં. આ મહેલમાં રત્નદીપદેવતા નામે એક દેવી વસતી હતી. તે આ બંને ભાઈઓને લઈ ગઈ અને તેમની સાથે સંસારનાં સુખો ભોગવવા લાગી. આ દેવી સ્વભાવે અત્યંત ભયંકર હતી. જે કોઈક કારણે તે પોતાના જ પ્રેમી ઉપર કોપાયમાન થતી તો તેને ભયંકર વિનાશ કરી નાખતી હતી.
એકવાર ઈદ્રના આદેશથી દેવીને ઘણું દિવસ માટે બહાર જવાનું થયું. તે સમયે બંને ભાઈઓને બોલાવીને દેવીએ કહ્યું કે તમારે બહાર ફરવા જવું હોય તો પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દિશાના વનખંડમાં જજે, પણ દક્ષિણ દિશા તરફ જશો નહિ. ત્યાં ભયંકર કાળો નાગ વસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org