________________
વાવના
વીતશોકા નગરીની બહાર ઈદ્રકુંભ નામનું ઉદ્યાન હતું ત્યાં એકવાર સ્થવિર સાધુઓ પધાર્યા. તેમની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા બલરાજાએ મહાબલ કુમારને ગાદી સોંપીને દીક્ષા લીધી. ઘણાં વર્ષો સુધી સાધના કરીને ચાર પર્વત ઉપર એક માસનું અણુસણ કરીને બલરાજા સિદ્ધિ પદને પામ્યા.
મહાબલ રાજાની રાણી કમલશ્રીએ બલભદ્ર નામના પુત્રને જન્મ આપ્યો. મહાબલ રાજાના બાલમિત્ર છ રાજાઓ હતા–૧ અચલ, ૨ ધરણ, ૩ પૂરણ, ૪ વસુ, ૫ વૈશ્રમણ તથા ૬ અભિચંદ્ર. જીવનમાં જે કાંઈ વિશિષ્ટ કાર્ય આવે તે આપણે ભેગા મળીને કરવું આ તેમનો પરસ્પર સંકેત હતોપરસ્પર મળીને કરેલો નિર્ણય હતો.
એકવાર કુંભ ઉદ્યાનમાં સ્થવિર મહર્ષિ પધાર્યા. તેમની દેશના સાંભળીને બલભદ્રને રાજ્યગાદી સોંપીને મહાબલ રાજાએ છ મિત્રો સાથે દીક્ષા લીધી. આ સાતે મિત્ર સાધુઓએ પરસ્પર નિર્ણય કરેલો હતો કે એક સાધુ જે તપશ્ચર્યા કરે તે તપશ્ચર્યા બીજા બધાએ પણ કરવી. પરંતુ મહાબલ અણુગાર બીજા છ જે તપ કરે તેનાથી કંઈક કંઈક અધિક તપ કરી લેતા હતા. આથી તેમણે માયાથી સ્ત્રી નામગોત્ર (જેનાથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય તેવું) કર્મ બાંધ્યું. વળી મહાબલ અણગારે વિશ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ પણ બાંધ્યું. તેથી ત્રીજા ભવમાં સ્ત્રીરૂપે તીર્થંકર થાય એવું કર્મ તેમણે બાંધ્યું. છેવટે સાતે ય મિત્ર સાધુઓ ચારૂ પર્વત ઉપર બે મહિનાનું અણુસણું કરી જયંત નામે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને આ સાતે ય રાજાઓ ભરત ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન સ્થળે ઉત્પન્ન થયા.
જે મહાબલ હતા તે મિથિલા નગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણીની કુક્ષિથી પુત્રી રૂપે જમ્યા. તીર્થકર ભગવાનો જે રીતે જન્મે છે તે રીતે અત્યંત ભવ્યતાથી તે જમ્યા. તે ગર્ભમાં હતાં ત્યારે માતાને માલ્યોની (પુષ્પોની) શયામાં સૂવાનો મનોરથ-દોહદ ઉત્પન્ન થયો હતો તેથી તેમનું માતા-પિતાએ મહિલકુમારી એવું નામ પાડ્યું.
બીજા છ મિત્ર રાજાઓ દેવલોકમાંથી અવીને જુદા જુદા સ્થળે રાજકુળમાં ઉત્પન્ન થયા હતા. તેમાં એક કોશલ દેશમાં પ્રતિબુદ્ધિ રાજા હતા. બીજા અંગદેશમાં ચંદ્રછાય રાજા હતા. ત્રીજા કાશી દેશમાં શંખ રાજા હતા. ચોથા કુણાલામાં સ્મિી રાજા હતા. પાંચમા કુરેદેશમાં અદીનશત્રુ રાજા હતા. છઠ્ઠા પંચાલ દેશમાં જિતશત્રુ રાજા હતા.
ભગવતી મલ્લિકુમારી અનુક્રમે યૌવન અવસ્થાને પામ્યા. તે અવધિજ્ઞાનથી બધા મિત્ર રાજાઓને જોતાં હતાં. ભવિષ્યમાં થનારી ઘટનાને લક્ષમાં રાખીને તેમણે એક સુંદર મોહક ઘર તૈયાર કરાવ્યું. તેના મધ્યમાં પોતાની સુવર્ણમય આબેહુબ પ્રતિમા સ્થાપિત કરી. તેની આજુબાજુ એક જાળીવાળું ઘર કરાવ્યું. પ્રતિમાના મસ્તક ઉપર છિદ્ર કરાવેલું હતું અને તેના ઉપર કમળનું ઢાંકણું હતું. મલ્લિકુમારી હંમેશાં ભોજનમાંથી એક પિંડ લઈને તે પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણું ખોલીને પ્રતિમામાં નાખતાં હતાં. વાસી થયેલા આ ભોજનના પિંડોમાંથી સ્થાનક દુર્ગંધ નીકળી હતી.
ભિન્ન ભિન્ન રીતે, પૂર્વ જન્મના મિત્ર છ રાજાઓને મલ્લિકુમારીના અતિ દિવ્ય રૂ૫ની વાત સાંભળીને રાગ ઉત્પન્ન થયા અને કુંભરાજા પાસે બધાએ મલ્લિકુમારીને પરણવા માટે માગણી કરી. બધાને કુંભરાજાએ ના પાડી, એટલે બધા રાજાઓ એક સાથે કુંભરાજા સાથે યુદ્ધ કરવા માટે આવ્યા અને મિથિલા નગરીને ઘેરી લીધી.
યુદ્ધની ચિંતાથી ઘેરાયેલા પિતાજીને મહિલકુમારીએ કહ્યું કે બધા રાજાને સંદેશો મોકલાવો અને બધાને એકલા એકલા જ જ્યાં પોતાની સુવર્ણ પ્રતિમાં સ્થાપિત કરી હતી તે સ્થાને આવવાનું કહેવરાવો. સંદેશો સાંભળીને બધા છ રાજાઓ ત્યાં અલગ અલગ આવ્યા. પ્રતિમાને આબેહુબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org