________________
પ્રસ્તાવના
નથી. એટલે ગુરુમહારાજની સેવામાં પંથક મંત્રીને મૂકીને બાકીના ચારસો નવાણું શિષ્યો સંયમનું વિશુદ્ધ પાલન કરવા માટે ત્યાંથી વિહાર કરી ગયા.
એક વાર કાર્તિક ચાતુર્માસિકને દિવસે સાંજના સમયે શૈલક સૂતા હતા ત્યારે ખામણાં કરવા માટે પંથક ત્યાં આવ્યા અને તેમના ચરણમાં શીર્ષથી સ્પર્શ કર્યો. આથી એકદમ શૈલક અત્યંત ગુસ્સામાં આવી ગયા અને બોલી ઊઠયા કે “હું સુખે ઊંઘતો હતો ત્યાં કોણે મને સ્પર્શ કર્યો ?' ત્યારે પંથકે કહ્યું હું આપને પ્રતિક્રમણ કરતાં ચાતુર્માસિક ક્ષમાપના કરવા માટે આવ્યો હતો. અને આ પ્રમાણે કહીને પછી પંથકે ખૂબ ખૂબ ક્ષમા માંગી.
આ સાંભળતાંની સાથે જ, રાજર્ષિ શૈલક એકદમ જાગ્રત થઈ ગયા. પોતાની પ્રસાદી સ્થિતિનું તેમને તત્કાળ ભાન થયું. તરત જ પ્રમાદનો ત્યાગ કરીને તેમણે ત્યાંથી વિહાર કર્યો. આ સમાચાર મળ્યા એટલે બાકીના ચારસો નવાણું શિષ્ય પણ શૈલક પાસે પાછા આવી ગયા. અંતે થાવસ્ત્રાપુત્રની જેમ અણુસણ આદિ સાધના કરીને શૈલક વગેરે બધા જ સાધુઓ પુંડરીક (ગુંજય પર્વત ઉપર મોક્ષમાં ગયા.
ભગવાન સુધમાંસ્વામી આનો ઉપનય કરતાં જણાવે છે કે સંયમ લીધા પછી જે સાધુ કે સાધ્વી પ્રમાદી બને છે તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને જે અપ્રમત્ત બનીને આરાધના કરે છે તે આ સંસારસમુદ્રને તરી જાય છે.
૬. તુંa (તુંબડું) નામના છઠ્ઠા અધ્યયનમાં આ રીતે નિરૂપણ છે– શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા છે, ત્યારે ઈદભૂતિ ભગવાન ગૌતમસ્વામી શ્રી મહાવીર ભગવાનને પૂછે છે કે ભગવન જીવો ભારેપણું અથવા હલકાપણું શી રીતે પ્રાપ્ત કરે છે? ભગવાન મહાવીરે કહ્યું કે ગૌતમ! કોઈ માણસ તુંબડાને ઘાસ આદિથી વીંટીને પછી માટીથી લેપ કરીને–આ રીતે આઠ વાર ઘાસથી વીંટીને તથા માટીથી લેપ કરીને સૂકવીને અગાધ પાણીમાં નાખે તો ભારે થયેલું તુંબડું ડૂબી જાય છે, તે રીતે અઢાર પાપસ્થાનકોથી આઠ કમાં બાંધીને ભારે થયેલા જીવો સંસારમાં નારકી સુધી ડૂબી જાય છે. પરંતુ જેમ માટીના લેપો એક પછી એક ઓગળવા લાગે એટલે તુંબડું પણની ઉપલી સપાટી ઉપર આવી જાય છે તેમ જીવ પણ અઢાર પાપસ્થાનકથી મુક્ત થઈને આઠ કર્મપ્રકૃતિનો ક્ષય કરીને લોકાગ્ર ઉપર સિદ્ધિપદમાં પ્રતિષ્ઠિત થાય છે.
૭. ળિી નામના સાતમા અધ્યયનમાં ધન સાર્થવાહની સૌથી નાની પુત્રવધૂ રોહિણીની સુંદર કથા છે.
રાજગૃહ નગરમાં ધન સાર્થવાહને ભદ્રા નામની ભાર્યાંથી ચાર પુત્રો હતા–ધનપાલ, ધનદેવ, ધનગોપ તથા ધનરક્ષિત. આ ચારે પુત્રોની અનુક્રમે ચાર ભાર્યાઓ હતી–ઉજિયા, ભોગવતિયા, રખિયા તથા રોહિણી. પોતાની ગેરહાજરીમાં પણ પોતાના ઘરની વ્યવસ્થા સુંદર રીતે ચાલે એ માટે કોને કયું કામ સોંપવું એ જાણવા માટે ધન સાર્થવાહે બધા સ્વજન-સંબંધીઓ સમક્ષ પોતાની ચારેય પુત્રવધુઓને બોલાવીને દરેકને ચોખાના પાંચ પાંચ દાણું આપ્યા અને કહ્યું કે તમે આને સાચવી રાખજે અને જ્યારે ભાગું ત્યારે મને આપજે.
પહેલી પુત્રવધુ ઉઝિયાએ પાંચ દાણ લીધા પછી વિચાર કર્યો કે આ પાંચ દાણા સાચવી રાખવાની શી જરૂર છે. આપણા કોઠારમાં ધણા ચોખાના દાણું છે. સસરાજી જ્યારે માગશે ત્યારે તેમાંથી દાણા લઈને આપી દઈશ. આમ વિચારીને તેણે પાંચ દાણા ફેંકી દીધા.
બીજી ભોગવતિયા પણ એવો વિચાર કરીને તે પાંચ દાણા ફોતરાં ઉખાડીને ખાઈ ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org