________________
પ્રસ્તાવના
05
૫. સેar (#) નામના પાંચમા અધ્યયનમાં શૈલક નામના રાજર્ષિની કથા છે.
દ્વારવતી (દ્વારકા) નગરીની બહાર રૈવતક પર્વતની સમીપમાં નંદનવન નામનું ઉદ્યાન હતું. તેના મધ્યમાં સુરપ્રિય નામે યક્ષનું મંદિર હતું. આ ધારવતીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. ત્યાં થાવસ્થા નામે અત્યંત ધનવાન ગાથાપતિ સ્ત્રી વસતી હતી. તેને એક પુત્ર હતો કે જે થાવાપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે શ્રીમંત ઘરોની બત્રીસ સ્ત્રીઓને પરણેલો હતો. એકવાર બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ ત્યાં વિચરતા વિચરતા પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ વગેરે ઘણા ઘણા ગયા. થાવગ્નાપુત્ર પણ દેશના સાંભળવા ગયા. પ્રભુની દેશના સાંભળીને થાવરચાપુત્રને સંસાર ઉપર અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થયો. શ્રીકૃષ્ણ થાવાપુત્રનો નિષ્ક્રમણ (દીક્ષા) મહોત્સવ કર્યો. એક હજાર પુરૂષોએ થાવગ્ગાપુત્ર સાથે પ્રભુ નેમિનાથ પાસે દીક્ષા લીધી. એક વાર થાવસ્યાપુત્ર વિહાર કરતા શૈલપુર નગરમાં પધાર્યા. ત્યાં શૈલક રાજા રાજ્ય કરતા હતા. રાણીનું નામ પદ્માવતી હતું. પુત્રનું નામ મક્ક હતું. શૈલક રાજાને પંથક વગેરે પાંચસો મંત્રી હતા. થાવાપુત્રની દેશના સાંભળીને તે બધા પંચ અણુવ્રત આદિ બાર વ્રતો લઈને શ્રમણોપાસક બન્યા. પછી થાવસ્ત્રાપુત્ર ત્યાંથી વિહાર કરી ગયા.
તે સમયે સોગંધિકા નામે એક નગરી હતી. ત્યાં ઋદ્ધિમાન સુદર્શન નામના શેઠ વસતા હતા. વેદ તથા સાંખ્યદર્શનમાં અત્યંત નિષ્ણાત એવા શુક નામના પરિવાજ એક વાર ત્યાં પધાર્યા. તેમનું પ્રવચન સાંભળીને સુદર્શન શેઠે શૌચમૂલક ધર્મનો સ્વીકાર કર્યો.
તે પછી સૌગંધિકા નગરીમાં થાવસ્ત્રાપુત્ર પણ વિચરતા વિચરતા પધાર્યા. ત્યાં તેમની પાસે ધર્મશ્રવણ કરવા માટે સુદર્શન શેઠ આવ્યા. ઘણી ચર્ચા-વિચારણા પછી પ્રતિબોધ પામીને સુદર્શન શેઠે શુક પરિવ્રાજકનો શૌચમૂલક ધર્મ ત્યજીને થાવાપુત્રે ઉપદેશેલા વિનયમૂલક ધર્મનો સ્વીકાર કર્યો. આ વાતની ખબર પડવાથી શુક પરિવ્રાજક સુદર્શન શેઠને ફેરવવા માટે ત્યાં આવ્યા. સુદર્શન શેઠે કહ્યું કે નીલાશોક ઉદ્યાનમાં રહેલા થાવાપુત્ર પાસે મેં આ ધર્મ અંગીકાર કર્યો છે. શક પરિવ્રાજક એક હજાર પરિવ્રાજક તથા સુદર્શન સાથે થાવગ્નાપુત્ર પાસે આવ્યા. ત્યાં વિવિધ પ્રશ્નોત્તર થયા. અંતે પરિવ્રાજક વેષનો ત્યાગ કરીને થાવસ્ત્રાપુત્ર પાસે એક હજાર પરિવ્રાજક સાથે દીક્ષા લીધી. પછી ચૌદ પૂર્વોનું અધ્યયન કરીને શુક મહાજ્ઞાની થયા.
તે પછી થાવસ્ત્રાપુત્ર એક હજાર શિષ્યો સાથે પુંડરીક (શત્રુંજય) પર્વત ઉપર એક માસનું અણસણ કરીને મોક્ષમાં ગયા. - હવે એક વાર શુક પરિવ્રાજક શૈલકપુરમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને શૈલક રાજાએ ભદુક કુમારને રાજ્યગાદી સોંપીને પંથક આદિ પાંચસો મંત્રીઓ સાથે દીક્ષા લીધી.
શુક પરિવ્રાજક હજાર સાધુઓ સાથે પુંડરીક (શત્રુજ્ય) પર્વત ઉપર આવીને અંતિમ સાધના કરીને મોક્ષમાં ગયા.
પ્રકૃતિથી સુકુમાર તથા સુખમાં જ ઊછરેલા રાજર્ષિ શૈલકને શ્રમણજીવનના નીરસ, રક્ષ આહારથી શરીરમાં પ્રબળ રોગ ઉત્પન્ન થયો. એકવાર શૈલક શૈલકપુરમાં જ પધાર્યા. તેમનો પુત્ર રાજા ભદુક તેમનાં દર્શને આવ્યો. પિતાશ્રીની અસ્વસ્થ પ્રકૃતિને જોઈને તેણે વિનંતિ કરી કે “મારી વાહનશાલામાં પધારો. ત્યાં ઔષધોપચાર કરીને આપને રોગરહિત કરું.” શૈલક વાહનશાલામાં આવીને રહ્યા. વૈદ્યોએ વિવિધ ઔષધોથી ચિકિત્સા શરૂ કરી અને સાથે સાથે રોગ શમાવવા માટે મદ્યપાન કરવાની પણ સલાહ આપી. આ વિવિધ ઉપચારોથી રોગ તો શાંત થઈ ગયો, પણ શૈલક રાજર્ષિના મનમાં ભિન્ન ભિન્ન પ્રકારના આહાર અને મદ્યપાનમાં આસક્તિ ઉત્પન્ન થઈ ગઈ. હવે તે સાધુજીવનના આચારોનો ત્યાગ કરીને પ્રમાદી બની ગયા. ત્યાંથી વિહાર કરવાનું હવે નામ જ લેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org