________________
પ્રસાવના
૨૩
જ્યારે દ્વીપ તરફથી પવન વાય છે ત્યારે ખીલી ઊઠે છે, પણ કેટલાંક દાવદ્રવ વૃક્ષો કરમાઈ જાય છે. તે પ્રમાણે કેટલાક સાધુ-સાધ્વીઓ સાધુ-સાધ્વી શ્રાવક–શ્રાવિકાઓના કટુ શબ્દોને સહન કરી લે છે, પરંતુ અન્ય સંપ્રદાયના ધર્મગુરુઓ તથા ગૃહસ્થોના શબ્દોને સહન કરી શકતા નથી. આવા સાધુસાધ્વી દેશવિરાધક છે.
ઘણાં દાવવ વૃક્ષો એવાં છે કે સમુદ્ર તરફથી પવન વાય ત્યારે કરમાઈ જાય છે, પણ કેટલાંક દાવદ્રવ વૃક્ષો ખીલી ઊઠે છે. તે પ્રમાણે જે સાધુ-સાધ્વીઓ, બીજા સંપ્રદાયના ધર્મગુરુઓ તથા ગૃહસ્થોનાં વચનોને સારી રીતે સહન કરે છે, પણ સાધુ–સાવી–શ્રાવક-શ્રાવિકાનાં વચનોને સારી રીતે સહન કરી શકતા નથી. આવા સાધુ-સાધ્વી દેશઆરાધક છે.
જ્યારે દ્વીપ તરફથી કે સમુદ્ર તરફથી પવન વાતા નથી ત્યારે બધાં દાવદ્રવ વૃક્ષો કરમાઈ જાય છે. તે પ્રમાણે જે સાધુ–સાબી દીક્ષા લીધા પછી કોઈનાં યે વચનોને સહન કરી શક્તાં નથી તે સર્વવિરાધક છે.
જ્યારે દ્વીપ તરફથી તથા સમુદ્ર તરફથી એમ બંને તરફથી પવન વાય છે ત્યારે બધાં જ દાવવ વૃક્ષો ખીલી ઊઠે છે. એ પ્રમાણે જે સાધુ–સાવી સર્વનાં વચનોને સહન કરે છે તે સર્વઆરાધક છે.
૧૨. છે. આ અધ્યયનમાં પાણીની વાત છે.
ચંપા નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ધારિણું હતું. અદીનશત્રુ નામે તેમને પુત્ર હતો અને તે યુવરાજ હતો. સુબુદ્ધિ નામે તેમને મંત્રી હતા અને તે શ્રમણોપાસક હતો. ચંપા નગરીની બહાર એક ખાઈ હતી. તેનું પાણી અત્યંત દુર્ગંધવાળું હતું.
એક વાર અત્યંત સુંદર ભોજન કર્યા પછી રાજાએ તેની બધા પાસે ખૂબ પ્રશંસા કરી. બીજા બધાએ તે વાતનું આશ્ચર્ય વ્યક્ત કરવા સાથે સમર્થન કર્યું, પણ સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે “મને આમાં કંઈજ આશ્ચર્ય થતું નથી, જગતમાં સુંદર લાગતી વસ્તુઓ ખરાબ પણ થાય છે, અને અત્યંત ખરાબ લાગતી વસ્તુઓ સારી પણ થઈ જાય છે. રાજાને સુબુદ્ધિ મંત્રીની આવી વાત ગમી નહિ.
એક વાર અત્યંત દુર્ગધથી ભરેલા ખાઈને પાણી પાસેથી રાજાને નીકળવાનું થયું. રાજાએ તરત હાં ઢાંકી દીધું અને ત્યાંથી ખસી ગયા અને તે પાણીની ખૂબ ખૂબ નિંદા કરવા લાગ્યા. ત્યારે પણ સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે “રાજન ! આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. જગતમાં સુંદર લાગતી વસ્તુઓ ખરાબ પણ થાય છે અને ખરાબ વસ્તુઓ સારી પણ થાય છે.”
રાજાને આ વાત ગમી નહિ. રાજાએ સુબુદ્ધિ મંત્રીને કહ્યું કે સુબુદ્ધિ ! તું આ ખોટો પ્રચાર કરે છે.
સુબુદ્ધિને થયું કે “રાજાને જિનેશ્વરે પ્રરૂપેલા સત્ય ભાવોની ખબર નથી, એને એ ભાવો સમજાવવા જોઈએ.’ એમ વિચારીને ખાઈનું દુર્ગધથી ભરેલું પાણી પોતાને ત્યાં લાવીને નવા ઘડાઓમાં નંખાવ્યું. એમાં સાજીખાર નંખાવ્યો, સાત દિવસ સુધી તેમાં પાણી ભરી રાખ્યું. પછી બીજા ઘડામાં નંખાવ્યું, સાજીખાર નંખાવ્યો, સાત દિવસ સુધી ભરી રાખ્યું. આ રીતે સાત સાત વાર કરવાને અંતે પાણીનો બધો જ ક્યરો દૂર થઈ ગયો અને પાણી રત્ન જેવું સુંદર અને નિર્મળ બની ગયું પછી તેમાં સુંદર દ્રવ્યો નાખ્યાં. પછી પાણી અતિ અતિ સુંદર તથા સુગંધયુક્ત થઈ ગયું. પછી એ પાણીને જિતશત્રુ રાજા જમવા બેસે ત્યારે આપવા માટે પાણિયારાના અધિકારીને સૂચના કરી.
ભોજન સમયે રાજાએ જ્યારે આ પાણી પીધું ત્યારે તેના આનંદનો પાર રહ્યો નહિ અને તે માણસને પૂછ્યું કે આ પાણી તું ક્યાંથી લાવ્યો? તેણે બધી વાત કરી એટલે રાજાએ સુબુદ્ધિ મંત્રીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org