Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે. “મારા વિચાર vgયા માવા-માતા પિતા નુષા માર્ચ” માતા, પિતા તુષા -પુત્રવધૂ અને ભાઈ તથા “મના પુત્તાય મોરલા'- મા પુત્રા શૌહરાભાઈ અને પિતાના પુત્ર વિગેરે કોઈ પણ સમર્થ થતા નથી. પા
અન્વયાર્થ–પ્રાણાતિપાત વિગેરે દ્વારા થનારા પિતાના કર્મોથી નરકગતિ વિગેરેમાં જનારાઓને બચાવવા માટે માતા, પિતા, પુત્રવધૂ પત્ની, કે પુત્ર વિગેરે કઈ પણ તેઓને બચાવી શકવા સમર્થ થતા નથી. આપા
ટીકાર્થ–પોતે કરેલા પ્રાણાતિપાત વિગેરે કર્મોથી સંસાર સાગરમાં અનેક નિયામાં પીડા પામવા વાળાઓને પીડાથી બચાવવા માટે માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ સ્ત્રી અને પુત્ર તથા તે સિવાય પણ સસરા, મિત્ર વિગેરે કઈ પણ સમર્થ થતા નથી. જ્યારે આ લોકમાંજ રંગ ઉત્પન્ન થાય ત્યારે તેઓ તારી રક્ષા કરી શકતા નથી. તે પછી પરલોકમાં કેવી રીતે તે રક્ષણ કરી શકે ?
કાલૌકરિક પુત્ર અભયકુમારને એક મિત્ર હતો અભયકુમારના સદુપદેશથી તેણે હિંસા કરવાનું બંધ કર્યું. આવા પ્રકારની તેની ચેષ્ટા જોઈને તેના બંધુ વર્ગ વિગેરેએ તેને હિંસા કરવા પ્રેરણા કરી, પરંતુ હિંસા વિગેરે પાપને ઘેર અનર્થનું કારણ સમજીને તેણે પિતાના પગમાં કુહાડીથી ઘા કરીને તેને કહ્યું કે અરે મને તે પીડા થાય છે, મારી પીડા મટાડે, આ પ્રમાણે સાંભળીને તેના બંધુ સમૂહે કહ્યું કે-અરે મૂર્ખ તારી પીડા અમે શી રીતે મટાડી શકીએ? તે કરેલા કર્મોનું ફળ તૂ પિતે જ ભેગવ ત્યારે તેણે કહ્યું, જ્યારે તમે આ ભવમાં મારી શારીરિક પીડા મટાડી શકતા નથી, તે પછી પ્રાણાતિપાત વિગેરે ઘેર દુકૃત્ય કરીને જ્યારે હું નરક નિગદ વિગેરેમાં વચનથી પણ અગોચર (મુખથી કહી પણ ન શકાય તેવી) વ્યથાને પાત્ર બનીશ, ત્યારે તો મને કેવી રીતે સહાયતા કરશે?
કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય પાપનું આચરણ કરીને ધનની પ્રાપ્તિ કરે છે, અને તેને ત્યાગ કરીને મરણને શરણે પહોંચી જાય છે. તે પરલોકમાં તે પાપન ફલ સ્વરૂપ અનેક પ્રકારની વિષમ વેદનાઓ ભેગવે છે. અને આ લેકમાં તેના કુટુંબીજને તેણે મેળવેલ ધનને ઉપભોગ કરે છે. તેઓ તે દુઃખ ભેગવનારની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩